________________
આથી જ તેને મહામોહ કહેવાય છે. જ્યારે અવિરતિ ભાન, જ્ઞાન, સાનને જીવતાં રાખે છે-આથી તેને મહામોહ નથી કહેતા. અવિરતિ કરતાં પણ અવિરતિ ઉપાદેય લાગે તે વધુ ભયંકર છે, કારણ કે એ સંસારમાં રખડાવે છે. મિથ્યાત્વની હાજરીમાં અનુબંધ ખરાબ પડે છે, અવિરતિના ઉદ્દયમાં બંધ ખરાબ પડવા છતાં સમ્યક્ત્વના યોગે અનુબંધ સારો પડે છે. સુખનો ભોગવટો ગુણની આડે નથી આવતો. સુખને ભોગવવા જેવું માને એ ગુણની આડે આવે છે. મિથ્યાત્વ જાય તો સંસારના સુખનો સ્વાદ ઊડી જાય છે, માટે મિથ્યાત્વ કાઢવાનું કપરું લાગે છે. સંસારના સુખનો સ્વાદ ઊડી જાય એ પાલવે એવું નથી, આથી મિથ્યાત્વ ટાળવું અઘરું લાગે છે, બાકી મિથ્યાત્વને દૂર કરવું અઘરું નથી. જેને મિથ્યાત્વનો ઉદય પણ ન ગમે, બંધ પણ ન ગમે અને સત્તા પણ ન ગમે તે ક્ષાયિક સમ્યક્ત્વ પામી શકે.
--
* આપણે શરીર ખાતર ધર્મ છોડીએ કે આત્મા ખાતર પાપ છોડીએ ? આજે આપણે પાપ નથી કરતા તે કયા કારણે ? પાપ ગમતું નથી માટે કે પાપ કરવાના સંયોગો નથી માટે ?
* અપેક્ષાના કારણે પાપ બંધાય છે, સંપર્કના કારણે નહિ. ઘરના લોકોની સાથે સંપર્ક ઓછો હોય તોપણ તેમની અપેક્ષા પડેલી હોવાથી પાપ વધુ બંધાય છે અને બહારના લોકો (મુસાફરી વગેરેમાં) સાથે સંપર્ક વારંવાર થવા છતાં તેમની પ્રત્યે ઉપેક્ષા હોવાથી તેમના કારણે તેવો પાપબંધ નથી થતો.
* મારા ગુરુમહારાજ કહેતા કે, ધર્માત્મા કર્મયોગે પરણે તોપણ તે પોતાને ત્યાં આવેલ પાત્રને કહે કે – કર્મના યોગે તારો ને મારો સંયોગ થઈ ગયો છે પણ તારા રાગથી હું કે મારા રાગથી તું પાપ ન બાંધી બેસીએ : એ રીતે આપણે જીવવું છે.
* શક્તિ મુજબ ધર્મ કરવો છે, એ બરાબર, પણ એની સાથે બીજું આ વાક્ય યાદ રાખવું છે કે શક્તિ મેળવીને ધર્મ કરવો છે. ખાવાપીવા કમાવવા માટે પુરુષાર્થ કરે, શક્તિ મેળવવા પ્રયત્ન કરે, શક્તિ મેળવીને કરે અને ધર્મ શક્તિ હોય તો કરવો છે - આ બરાબર છે
* ‘નથી મળ્યું’ માટે ધર્મ નથી કરતા કે ‘નથી છોડવું' માટે નથી કરતા ?
* અમારી પાસેથી નિયમ લઈને જાઓ અને ઘરના લોકોના કહેવાના કારણે છૂટછાટ લેવા આવો અને તેમાં ગણાભિયોગ, બલાભિયોગ વગેરે ગણાવો - એ સમર્થભવ્યનાં લક્ષણ નથી.
એમાં
२०
Jain Education International
For Private & Personal Use Only
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org