________________
૪૭
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
આ કારણથી ચોથી થાયનો કોઈ નિષેધ કરે તો તે મિથ્યાત્વનું કારણ છે.
તથા જો કોઇ “અર્વાચીન' શબ્દને આગળ કરીને ચોથી થાયને “અર્વાક કાલથી અંગીકાર કરી છે અર્થાત થોડા સમય પહેલાં અંગીકાર કરી છે. તેથી નવીન છે.” આવો અર્થ સમજે છે – પ્રરૂપે છે, તેમની સમજમાં પ્રરૂપણામાં ઘણી ભૂલ છે. કારણ કે વિચારામૃત સંગ્રહ ગ્રંથમાં શ્રીકુલમંડનસૂરિજીએ એવું લખ્યું છે કે,
__ श्रीवीरनिर्वाणात् वर्षसहस्त्रे पूर्वश्रुतं व्यवच्छिन्नं ॥ श्रीहरिभद्रसूरयस्त नु पंचपंचाशता वर्षेः दिवं प्राप्तां तद् ग्रंथकरणकालाच्चाचरणायाः पूर्वमेव संभवात् श्रुतदेवतादिकायोत्सर्गः पूर्वधरकालेऽपि संभवति स्मेति ॥
ભાવાર્થ - શ્રીવર પરમાત્માના નિર્વાણથી હજાર વર્ષ વ્યતિત થત છતે પૂર્વશ્રુતનો વ્યવચ્છેદ થયો. તેની પછી પંચાવન (૫૫) વર્ષ પસાર થત છતે શ્રીહરિભદ્રસૂરિજી સ્વર્ગે ગયા. તે શ્રીહરિભદ્રસૂરિજીના ગ્રંથકરણકાલથી પહેલાં પણ આચરણા ચાલતી હતી. તે કારણથી શ્રુતદેવતાદિકનો કાયોત્સર્ગ પૂર્વધરોના કાલમાં પણ સંભવ હતો.
- હવે (ઉપરોક્ત પાઠ જોઈને) વિચારવું જોઈએ કે પૂર્વધરો દ્વારા અંગીકાર કરેલી આચરણાનો નિષેધ કરવાવાળા દીર્ઘ સંસારી સિવાય કોણ હોઈ શકે ?
તે જ રીતે ચોથી થાય પણ શ્રીહરિભદ્રસૂરિજીના ગ્રંથકરણથી પહેલાં પણ પૂર્વધરોની આચરણામાં ચાલતી હતી. કારણ કે શ્રીહરિભદ્રસૂરિકૃત લલિતવિસ્તરામાં ચોથી થાયનો પાઠ છે. તે પાઠ આગળ લખાશે. તેથી અર્વાચીન કહો, ચાહે આચરણા કહો, ચાહે જીત કહો. (તે સર્વે અર્થ એક જ છે. તેથી પંચાશક વૃત્તિના અર્વાચીન શબ્દનો અર્થ આચરણા જ કરવો યોગ્ય છે.)
જો અર્વાચીન' શબ્દનો અર્થ બીજો કરીએ તો શ્રીસિદ્ધસેનાચાર્યકૃત પ્રવચનસારોદ્ધારની ટીકા સાથે વિરોધ આવે છે. કારણ કે પૂર્વે જોયા પ્રમાણે) શ્રીસિદ્ધસેનાચાર્યે ચોથી થાય આચરણાથી કરવાની કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org