________________
૨૬૩
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ છે, તેવા પ્રકારનું સાધુપણું મારામાં નથી.
મેં સ્વયં ગુરુજીને પૂછ્યું હતું કે, કેટલાક અજ્ઞાન લોકો કહે છે કે શ્રીબુદ્ધિવિજયજી મહારાજ પોતાને સાધુ માનતા નથી, આવું આપે શા કારણે કહ્યું હતું? ત્યારે શ્રીમહારાજજીએ કહ્યું હતું કે, જો હું પોતાને સાધુ માનતો ન હોઉં, તો પાઘડી બાંધીને દલપતભાઈના રસોડામાં જઈને થાળીમાં ન જમે? આથી શ્રીધનવિજયજીએ જે કંઈ લખ્યું છે, તે સર્વે અસત્ય જ છે.
પૃ-૩ર ઉપર લખ્યું છે કે, “મણિવિજયાદિકની ગુરુ પરંપરા તો બહુ પેઢીઓથી સંયમરહિત હતી.” આ વાત પણ અસત્ય છે. કારણ કે, અમદાવાદના સમસ્ત સંઘમાં વિદિત છે કે, ગણિ શ્રીકસ્તૂરવિજયજી અને ગણિ શ્રી કીર્તિવિજયજી, ખંભાતના નવાબની દિવાનગીરી છોડીને સાધુ થયા હતા. તેમના ત્યાગ, વૈરાગ્ય સાધુપણાની સામે આ મૃષાભાષી શ્રીધનવિજયજીનો લેખ મહામિથ્યા છે.
શ્રીધનવિજયજી તો પોતાના અનાચારી ગૃહસ્થતુલ્ય ગુરુના દૂષણ છૂપાવવા માટે મહાત્મા પુરુષોના પણ દૂષણ લખે છે. કારણ કે, વ્યભિચારિણી સ્ત્રી પોતાના છિદ્રપણાને છૂપાવવા માટે વાચાલતાથી સતી સ્ત્રીઓના પણ દૂષણ બોલીને સતી સ્ત્રીને પણ છિદ્રાણું બનાવવા માટે ઈચ્છે છે. પરંતુ તેની વાચાલતાથી સતી સ્ત્રી છિદ્રાણું બની જતી નથી.
લેખક શ્રીધનવિજયજીના ગુરુના ગુરુ કેટલીયે પેઢીઓથી પરિગ્રહધારી, પકાયના હિંસક, અસંયમી હતા. તેમના ગુરુ શ્રીરત્નવિજયજીએ પોતાની જાતે જ સંયમી ગુરુના હાથની દીક્ષા લીધા વિના મિથ્યામતની ક્રિયાનો ઉદ્ધાર કર્યો છે. શ્રીધનવિજયજીએ તો મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય અને મૃષાવાદ-છલ-દંભનો ઉદ્ધાર કર્યો છે. પરંતુ ક્રિયાનો ઉદ્ધાર કર્યો નથી.
શ્રીધનવિજયજી દ્વારા રચેલી પોથી અસત્યથી ભરેલી છે. હું તેમાંની સર્વ અસત્ય વાતોને લખવા બેસું તો તેમની તે પોથીથી પણ ઘણી મોટી પોથી થઈ જાય ! તેથી સુજ્ઞજનો શ્રીધનવિજયજી દ્વારા વિરચિત પોથીને વાંચીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org