________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૭૩
પ્રગટ થાય છે. કારણ કે, શ્રી કલ્પભાષ્યની વૃત્તિમાં લખ્યું છે કે, સાધુ રાજ્યાંતરમાં રહેલા સાધુને પત્ર દ્વારા કે કોઈ પુરુષ દ્વારા આદેશ મોક્લે.
तथा च तत्पाठः ॥ " अथ यत्र राज्ये गंतुकामास्तत्र प्रविशतां विधिमाह ॥ जत्थवि य गंतुकामा तत्थवि कारिंति तेसिं नायंतु आरख्यियाइ ते विय तेणेव कमेण पुच्छंति ॥ यत्रापि राज्ये गंतुकामास्तत्रापि ये साधवा वर्त्तते तेषां लेखप्रेषणेन संदेसप्रेषणेन वासमवज्ञातं कुर्वंति यथा वयमितोराज्यात्तत्रागंतुकामा अतो भवद्भिस्तत्रारक्षका दीन ततः पृच्छति यदा तैरनुज्ञातं भवति तान् साधुन् ज्ञापयंति आरक्षितादिभिरत्रानुज्ञातमस्ति भवद्भिरत्रागंतव्यं एष निर्गमने प्रवेशे च विधिरुक्तः ॥ "
ભાવાર્થ :- હવે જે રાજ્યમાં જવાની ઇચ્છા હોય, તેમાં પ્રવેશ કરવાની વિધિ કહે છે - જે રાજ્યમાં જવાની ઇચ્છાવાળા હોઈએ, તે રાજ્યમાં પણ જે સાધુ પહેલાંથી હોય, તેમને પત્ર લખીને કે પુરુષ દ્વારા જણાવે કે, અમે આ રાજ્યમાંથી તે રાજ્યમાં તમારી પાસે આવવાને ઇચ્છીએ છીએ. આથી તમારે ત્યાંના કોટવાલ આદિને પૂછવું, ત્યારે તે સાધુઓ કોટવાલ આદિને પૂછે, જો તે કોટવાલ આદિ આજ્ઞા આપે તો તે સાધુ આવવાવાળા તે સાધુઓને પૂર્વોક્ત રીતે જ્ઞાત કરે કે, કોટવાલ આદિએ તમને આવવા માટેની આજ્ઞા આપી છે. આથી તમારે અહીં આવી જવું.
હવે ભાવ્યાત્માઓએ વિચારવું જોઈએ કે... શ્રીરાજેન્દ્રસૂરિજીએ શેઠ પ્રેમાભાઈની આગળ જે આ કથન કર્યું કે.. ‘અમે કાગળ મોકલાવવામાં દોષ ગણીએ છીએ' – આ કથન શાસ્ત્રની અનભિજ્ઞતાને જ સૂચવે છે ને ? કારણ કે, સિદ્ધાંતમાં તો સાધુને સકારણ પત્ર-લેખ મોકલવાની આજ્ઞા છે અને આ જિનાજ્ઞાને તેઓ દોષ ગણાવે છે.
(૧૩) એક બાજુ પ્રેમાભાઈ આગળ આ રીતે ડાહી-ડાહી વાતો કરે છે અને બીજી બાજું લોકો પાસેથી જ્ઞાનના બહાને સેંકડો હજારો રૂપીયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org