________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૨૧
ત્યારબાદ પ્રથમ મુહપત્તિ પડિલેહીને ૧ નવકાર ગણવાપૂર્વક સામાયિક દંડક ઉચ્ચરાવે.ત્યારબાદ સંદિસાવિય કહીને બેસણે સંદીસામી બેસણે ઠાએમી કહીને સ્વાધ્યાય કરે.
શ્રીજિનવલ્લભસૂરિષ્કૃત પૌષધ વિધિ પ્રકરણમાં લખ્યું છે કે રાત્રિનો પૌષધ કર્યો હોય તો પાછલી રાતે ઉઠીને પ્રથમ ‘ઇરિયાવહી’ પડિક્કમીને ચાર નવકારનો કાયોત્સર્ગ કરી ઉપર લોગસ્સ કહીને મુહપત્તિ પડિલેહીને નવકા૨ ગણીને સામાયિક કરે.
અહીં મધ્યસ્થભાવે વિચારણા કરવી કે પૌષધમાં તો વિરતિ છે, છતાં પણ શ્રી જિનવલ્લભસૂરિજીએ ‘ઇરિયાવહી’ પડિક્કમીને સામાયિક લેવાનું કહ્યું. તો પછી ગૃહસ્થ તો ચંચલ યોગનો ઘણી છે- તેથી તે તો ‘ઇરિયાવહી’ પડિક્કમ્યા વિના સામાયિક કરે તો સામાયિક શુદ્ધ ન જ થાય.
વળી જેમ સ્નાન કરીને પૂજા કરે તે તો સર્વલોકમાં પ્રસિદ્ધ છે, પણ પૂજા કરીને સ્નાન કરવાનું કાર્ય કોઈ કરતું નથી. તેમ ઇરિયાવહી પાપનાશક છે, ભાવના જલ છે, તેનાથી શુદ્ધ થઇને સામાયિકમાં પ્રવર્તે તો જ સામાયિક શુદ્ધ થાય. ‘ઇરિયાવહી' પડિક્કમ્યા વિના સામાયિક શુદ્ધ ન જ થાય.
અહીં કોઈ ગચ્છમમત્વના યોગે વિવેક રહિત થઇને એમ બોલે છે કે, પૂ. ગણધર ભગવતનું રચેલું શ્રીમહાનિશીથ સૂત્ર છે. તે સામાન્ય સૂત્ર છે. (૩૪) બારવ્રતના વ્રતના ઉચ્ચારમાં દેશથી વિરતિરૂપ નવમું સામાયિક વ્રત છે. તે સામાયિક વ્રતના અધિકારનો જણાવનારો ચૂર્ણિનો પાઠ છે. તેમાં ચાર સ્થળે સામાયિક કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે છે
" चेइयघरे १ साहुसमीवे २ नियघरे ३ पोसहसालाए ४ जत्थवावीसमइ अच्छइवानिव्वावारो सव्वत्थ करेइ सव्वं चउसुठाणेसु नियमाकायव्वं चेवेति"
-તેમાં જો કોઈનું દેણું-લેણું ન હોય, કોઈ પકડીને બળાત્કારથી યદ્વા તદ્ઘા બોલનારનો ભય ન હોય તો પોતાના ઘરે જ સામાયિક કરીને સાધુની જેમ જયણા સહિત પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ તથા ઇર્યાના ઉપયોગમાં વર્તતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org