________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૨૯ લોગસ્સનો પાઠ ઉચ્ચારીને પછી મુહપત્તિ પડિલેહીને સામાયિક સંદિસાહુ સામાયિક ઠાઉ એવો પાઠ ઉચ્ચારીને (આદેશ માંગીને) સામાયિક દંડક ઉચ્ચરે છે.
તપગચ્છના (૧) તેરગચ્છવાળા, (૨) અચલગચ્છવાળા, (૩) ઉફકેશગચ્છવાળા, (૪) સાગરગચ્છવાળા, (પ) પાયચંદગચ્છવાળા, (૬) કમલકલસગચ્છવાળા, (૭) ચઉદ સીયાગ૭વાળા, (૮) કડુઆમતિગ૭વાળા, (૯) ભ્રમ્હામતિગ૭વાળા, (૧૦) રાજગચ્છવાળા, (૧૧) બીજા ગચ્છવાળા, (૧૨) સંડે રાગચ્છવાળા, (૧૩) કતકપરાગચ્છવાળા,
(આ તેર ગચ્છ માટે) વિશેષ શું કહેવું, તે સર્વે નિલવ દિગંબર છે, તો પણ ઇરિયાવહી પડિક્કમીને સામાયિક કરે છે.
તથા જે મહામિથ્યાત્વી જિનપ્રતિમાની પૂજાના દ્રષી વેષ વિડંબક લોકો છે, તે પણ ઇરિયાવહી પડિક્કમીને પછી સામાયિક ઉચ્ચાર કરે છે અને આ પ્રમાણે ત્રિસ્તુતિક મતની આ સામાચારી ખરતરગચ્છ આદિ સર્વ ગચ્છની સામાચારીથી વિરોધી અને આવશ્યકના પાઠ અનુસારે પણ નથી. તેમની સ્વકપોલ કલ્પિત સામાચારી છે, તે સમકિતિએ પ્રમાણ કરવી નહિ, આ શાસ્ત્રનું રહસ્ય છે.
ઉપર લખેલો સર્વ વૃત્તાંત જે પ્રમાણે શ્રીરૂપવિજયજી મહારાજના પ્રશ્નોત્તરમાં લખ્યો છે, તે પ્રમાણે જ મેં અહીં ભવ્યજીવોની જાણકારી માટે લખ્યો છે.
(૩૮) ખરતરગચ્છીય શ્રીમદ્ અભયદેવસૂરિ વિરચિત સામાચારીની પ્રત, કે જે પાટણના ફોફલીયા વાડાના ભંડારમાં પ્રાચીન પ્રત છે, તેના ઉપરથી લખાયેલી છે. તેમાં પણ પ્રથમ “ઇરિયાવહી પડિક્કમીને પછી સામાયિક દંડકાદિ ક્રિયા કહી છે.
तथा च तत्पाठः ॥ "अंगीकृतसामायिकेन चोभयसंध्यं सामायिकं ग्राह्यं तस्य चायं विधिः ॥ पोसहसालाए साहुसमीवे गिहेगदेसे वा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org