________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૬૩ શ્રીગણધર ભગવતે જ રચ્યું છે. તેથી પ્રભુજીના વખતથી જ શ્રુતદેવતાક્ષેત્રદેવતાની થાય છે, પરંતુ નવીન નથી. ૧૦ના
(૫૫) તથા ક્ષેત્રદેવતાનો નિરંતર પ્રતિક્રમણમાં કાયોત્સર્ગ કરવો તે પણ યુક્ત છે. સાધુને ત્રીજા વ્રતની ભાવનામાં “અભિક્ષણાવગ્રહ રૂપ ભાવના જાગરુક કરવાને માટે સદા પ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરાય છે. | |૧૧||
આ રીતે (આ વિષયમાં) ઘણી ચર્ચા છે. તે પત્રમાં કેટલી લખાય. તેથી શ્રદ્ધા શુદ્ધ જ રાખવી, પણ મન ડામાડોલ ન કરવું. દેવતા પણ સમકિત સામાયિક, શ્રત સામાયિક સહિત છે. તે સાધર્મિક છે. તેને ઉવેખે તો આશાતના લાગે. તેના યોગે દુર્લભબોધી પણું પામે, આ વાત ઠાણાંગ સૂત્રમાં
કહી છે.
ગણિવર્ય શ્રીરુપવિજયજીએ યોગોહનપૂર્વક અવિચ્છિન્ન તપગચ્છની પરંપરાથી ગુરુઓના મુખથી સત્ય અર્થ ગ્રહણ કર્યો છે. તે જ સત્યાર્થ છે. પરંતુ મતાં શ્રીધનવિજયજી-શ્રી રાજેન્દ્રસૂરિએ જે અર્થ લખ્યો છે, તે સત્યાર્થ નથી. પરંતુ ઉત્સુત્રરૂપ છે. તેથી સુજ્ઞ ધર્માર્થી જીવોએ તેમની વાત માનવી નહિ.
આ રીતે જ સર્વ પૂર્વાચાર્યોએ જ્યાં જ્યાં શ્રુતદેવીની સ્તુતિ કરી છે, ત્યાં ત્યાં સર્વત્ર પ્રવચનાધિષ્ઠાત્રી દેવી જ જાણવી અને જે સ્થળે પૂર્વાચાર્યાઓએ મૃતદેવીનો અર્થ ભગવંતની વાણી કર્યો છે, તે સ્થળે અમને પણ તેવો જ અર્થ પ્રમાણ છે. પરંતુ શ્રીધનવિજયજી માધનો લેખ પ્રમાણ નથી. કારણ કે, તેમને અસત્ય લખવાનો ત્યાગ નથી.
(૫૬) પૃષ્ટ-૬૨૫ થી પૃષ્ટ-૬૨૬ સુધી શ્રીધનવિજયજીએ જે પાક્ષિક સૂત્રનો પાઠ લખ્યો છે, તેમાં પણ અશુદ્ધતા છે. અને તે પાઠનો જે અર્થ લખ્યો છે, તે તો મહા ઉસૂત્રભાષણરૂપ મહામૃષાવાદથી ભરેલો છે અને તે પાઠ ઉપરથી તેમણે જે સ્વકપોલ કલ્પના કરી છે, તે પણ તેમની મહામૂઢતાની સૂચક છે. તે પાઠ નીચે મુજબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org