Book Title: Chaturtha Stuti Nirnaya Part 1 2
Author(s): Atmaramji Maharaj
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 378
________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૭૭ અક્ષર બોધથી રહિત લોકો તો માનશે કે, આવી મોટી પોથી રચનારા ધનવિજયજી મોટા પંડિત મોટા શાની લાગે છે અને ત્રણ થોયની સ્થાપના કરવા ઘણો પરિશ્રમ ઉઠાવ્યો છે. (૬૪) શ્રીધનવિજયજીને જ્યારે લોકો પૂછે છે કે, તમારો ગચ્છ કયો છે ? ત્યારે તેઓ શઠતાપૂર્વક જવાબ આપે છે કે, મારો સુધર્મગચ્છ છે. પોતાની વાતને સિદ્ધ કરવા માટે તેમણે તે પોથીમાં પોતાની પટ્ટાવલી લખવામાં સ્વકપોલ કલ્પના લખી છે. તે આ પ્રમાણે છે – એમને પોતાના ગચ્છના છ નામ લખ્યા છે. તેમાં (૧) નિથગચ્છ, (૨) સુધર્મકૌટિકગચ્છ, (૩) સુધર્મચંદ્રગચ્છ, (૪) સુધર્મવનવાસીંગચ્છ, (૫) સુધર્મવડગચ્છ અને (૬) સુધર્મતપગચ્છ-સુધર્મ મહાતપગચ્છ એવુ નામ લખ્યું છે. પરંતુ શ્રીમુનિસુંદરસૂરિકૃત પટ્ટાવલી, શ્રીધર્મસાગર ઉપાધ્યાયજી કૃત તપગચ્છ પટ્ટાવલી, તથા અન્ય પુરુષો દ્વારા લખેલી કેટલીયે પટ્ટાવલીઓ વાંચવામાં આવી છે. તથા શ્રીજયસોમકૃત ખરતરગચ્છીય પટ્ટાવલી, શ્રીક્ષમાકલ્યાણજી કૃત પટ્ટાવલી તથા અન્ય ખરતરગચ્છીય રચિત પટ્ટાવલીઓમાં કોઈપણ સ્થળે સુધર્મ કૌટિક, સુધર્મ ચંદ્ર, સુધર્મ વનવાસી, સુધર્મ વડગચ્છ, સુધર્મતપગચ્છ-સુધર્મ મહાતપગચ્છ, એવા નામ લખેલા અમે જોયા નથી. પરંતુ (૧) નિથગચ્છ, (૨) કૌટિકગચ્છ, (૩) ચંદ્રગચ્છ, (૪) વનવાસીગચ્છ, (૫) વડગચ્છ અને (૬) તપગચ્છ, એવા નામ લખ્યા છે. I મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિજીએ પણ ૩૫૦ ગાથાના સ્તવનમાં ઉપર લખેલ ‘સુધર્મ’ શબ્દ રહિત છ નામ લખ્યા છે પરંતુ એમને જણાવેલા કલ્પિત નામ લખ્યા નથી. ફક્ત એમણે જ શઠતાપૂર્વક ‘સુધર્મ’ શબ્દ સહિત છ ગચ્છના નામ લખ્યા છે. વળી કોઈ પૂછે ત્યારે, તેઓ પોતાના ગચ્છનું નામ ‘સુધર્મગચ્છ’ કે ‘સુધર્મ મહાતપગચ્છ’ બતાવે છે અને લખે છે. એનું કારણ એ છે કે મને કોઈ તપગચ્છી ન માને. કારણ કે, જો હું ‘તપગચ્છ’ને મારા ગચ્છ તરીકે જણાવું,તો લોકો મને પૂછે કે, તમારી સામાચારી તપગચ્છથી અલગ કેમ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386