Book Title: Chaturtha Stuti Nirnaya Part 1 2
Author(s): Atmaramji Maharaj
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 382
________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૮૧ એ જ રીતે હીરપ્રશ્ન અને સેનપ્રશ્નમાં પણ તેમની કલ્પિત સામાચારીને અસત્ય સિદ્ધ કરનારા લેખ છે. એ બધા લેખોને શા માટે માનતા નથી? પોતાની માન્યતાને ખંડિત કરે છે, તેથી જ પોતાની પોથીમાં એ ગ્રંથોના લેખ લખ્યા નથી, તે સમજી શકાય છે. (૬૬) શ્રીધનવિજયજી પૃષ્ટ-૧૧૦ ઉપર લખે છે કે, “સંઘદાસગણિ કૃત વ્યવહારભાષ્યમાં ત્રણ થાયથી ઉત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ બે દેવવંદના કહી છે, તે પ્રમાણે શ્રી આત્મારામજી માનતા નથી, કરતા પણ નથી” આ પાઠ અસત્ય છે. જો તે પાઠ હોય તો વ્યવહાર ભાષ્યમાંથી બતાવો? પૃષ્ટ-૧૨૧માં લખે છે કે, “શ્રીહરિભદ્રસૂરિકૃતિ લલિતવિસ્તરા ગ્રંથમાં જિનગૃહમાં પૂજાદિ વિશિષ્ટ કારણે ચાર થોય કરવી કહી છે.” - આ લેખ મિથ્યા છે. કારણ કે, લલિત વિસ્તરામાં આવો લેખ જ નથી. પૃષ્ટ-૧૨૬માં લખે છે કે, “શ્રીમુનિચંદ્રસૂરિકૃત લલિતવિસ્તરા પંજિકામાં પૂજાદિ વિશિષ્ટ કારણે જિનગૃહમાં ચાર થોય કહી છે.” આ લેખ પણ મિથ્યા છે. પૃષ્ટ-૧૨૭ ઉપર પણ એવા પ્રકારનું જ લખ્યું છે, તે પણ મિથ્યા છે. તથા વૃંદાવૃત્તિમાં પણ એવા જ પ્રકારનું લખ્યું છે કે, પૂજાદિ વિશિષ્ટ કારણે ચાર થાયથી ચૈત્યવંદના કરવી. તે પણ મિથ્યા છે. પૃષ્ટ-૧૨૮ ઉપર લખ્યું છે કે, “શ્રીદેવેન્દ્રસૂરિકૃત લઘુભાષ્યમાં પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય કહી છે.” – આ પણ મિથ્યા છે. શ્રાદ્ધદિનકૃત વૃત્તિ બાબતે લખ્યું છે કે, “જિનગૃહમાં ત્રણ થાયથી તથા પૂજાદિ વિશિષ્ટ કારણે ચાર થાયથી ચૈત્યવંદના કહી છે.” - તે પણ મિથ્યા છે. પૃષ્ટ-૧૩૦ ઉપર લખ્યું છે કે, “જિનગૃહમાં પૂજાદિ ઉપચારે ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386