Book Title: Chaturtha Stuti Nirnaya Part 1 2
Author(s): Atmaramji Maharaj
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 380
________________ શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ ૩૭૯ સમાન કેમ નથી? ત્યારે હું શું ઉત્તર આપીશ ! આથી હું મારા ગચ્છ તરીકે સુધર્મગચ્છ કે સુધર્મ મહાતપગચ્છ કહીશ. તેથી તપગચ્છથી છૂટી જવાના કારણે લોકોના પ્રશ્નોથી બચી જઈશ. હે સુજ્ઞજનો! આવા લોકોનું કલ્યાણ કેવી રીતે થશે! (૬૫) તથા તેમણે શ્રીદેવેન્દ્રસૂરિજીથી લઈને શ્રીવિજયસેનસૂરિજી સુધી સર્વ તપગચ્છના આચાર્યોના નામ પોતાની પટ્ટાવલીમાં લખવાના છોડી દીધાં છે. આ લેખ પણ તેમણે શઠતાથી લખ્યો છે. એવું એમના જ લેખથી સિદ્ધ થાય છે. કારણ કે, એમને એવો વિચાર કર્યો જણાય છે કે, જો એ અચાર્યોના નામ લખીશ, તો લોકો મને એવું ન કહે કે, શ્રીદેવેન્દ્રસૂરિકૃત (૧) લઘુભાષ્ય, (૨) ધર્મરત્ન, (૩) વૃંદાવૃત્તિ આદિ ગ્રંથોમાં ચોથી થોય કરવી લખી છે. (૧) શ્રીધર્મઘોષસૂરિ અપર નામ શ્રીધર્મકીર્તિસૂરિજીએ સંઘાચાર વૃત્તિમાં ચાર થાય તથા આઠ થાયથી ચૈત્યવંદના કરવાની લખી છે. (૨) શ્રીદેવસુંદરસૂરિજીએ સ્વરચિત તપગચ્છ સામાચારીમાં ચાર થાયથી પ્રતિક્રમણની આદિમાં ચૈત્યવંદના લખી છે. (૩) શ્રી સોમસુંદરસૂરિજીએ પણ તપગચ્છ સામાચારીમાં ઉપર મુજબ જ ચાર થાયથી ચૈત્યવંદના લખી છે. (૪) શ્રીમુનિસુંદરસૂરિજીના શિષ્ય કહ્યું છે કે, ત્રણ થોય માનવાવાળાનો મત સં.૧૨૫૦માં સ્વાગ્રહથી ઉત્પન્ન થયો છે. (૫). શ્રીજયચંદ્રસૂરિજીએ ઉપર મુજબ પ્રતિક્રમણની આદંતમાં ચાર થાયથી ચૈત્યવંદના લખી છે. (૬) શ્રીરત્નશેખરસૂરિજીએ પણ સ્વરચિત શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં ઉપર મુજબ લખ્યું છે. (૭) ઉપર લખેલા પૂ.આચાર્યોએ દેવસી પ્રતિક્રમણમાં શ્રુતદેવતાના કાયોત્સર્ગ અને થોય કહેવી લખી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386