________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
इति प्रश्नः
II અથોત્તર ॥ શ્રીસેનસૂરિજી ઉત્તર આપે છે કે, શ્રી હ્રી પ્રમુખ દેવીઓ તો ભવનપતિઓની નિકાયમાં છે. આ કથન મલયગિરિજીકૃત મોટી ક્ષેત્રસમાસની ટીકામાં છે તથા ચોવીસ જિનયક્ષિણીઓ, છપ્પનદિકુમારીઓ વ્યંતરનિકાયની અંદર માલૂમ થાય છે, અને શાસનદેવી તો જિનયક્ષિણી જ છે, અન્ય નહીં. સરસ્વતી અને શ્રુતદેવી એ બંને પર્યાયાન્તર નામ છે, એવું જણાય છે. પરંતુ કોઈપણ શાસ્ત્રમાં સરસ્વતી શ્રુતદેવીનું આયુષ્ય નિકાયાદિ અમે દેખ્યા નથી. તેથી ગ્રંથની સાક્ષી લખી નથી.
(૬૩) અહીં સુજ્ઞજનોએ વિચારવું જોઈએ કે લેખકે પોતાની કલ્પનાથી જે લખ્યું છે, તે કલ્પનાનો અક્ષર પણ સેનપ્રશ્નમાં નથી. તેથી તેને મિથ્યાવાદી ઉત્સૂત્ર લખનારા તરીકે કહેવા યોગ્ય છે કે નહિ ?
આ પ્રમાણે શ્રિધનવિજયજીએ પોથી થોથીમાં ખૂબ અસત્ય લખ્યું છે. તેથી ભવ્યાત્માઓએ તેમના વચનો ઉપર વિશ્વાસ રાખવો નહિ. તેમના વચનોને સત્ય માનવા નહિ અને આ પાપલેખનું ફળ જન્માંતરમાં તેમને શું મળશે, તે તો જ્ઞાની જાણે.
દૈવસિક રાત્રિક પ્રતિક્રમણની આધંતમાં અને જિનચૈત્યમાં ચાર થોયથી ચૈત્યવંદના કરવી. તથા દૈવસિક પ્રતિક્રમણમાં શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવો. અને તેમની થોયો કહેવી, ઇત્યદિ કથન ગ્રંથોની સાક્ષીપૂર્વક ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ગ્રંથમાં તથા આ ગ્રંથમાં લખી આવ્યા છીએ. તેથી અહીં ફરીથી લખતા નથી.
૩૭૫
શ્રીધનવિજયજીએ ચતુર્થસ્તુતિનિર્ણયનો યથાર્થ ઉત્તર લખ્યો નથી. પરંતુ માત્ર અસત્ય સ્વકપોલ કલ્પના કરીને મૂર્ખાને આશ્ચર્ય ઉત્પન્ન કરવા માટે, જિનસિદ્ધાંતની અપેક્ષા રહિત, અભિમાન દુરાગ્રહથી હાથી ઉપર ચઢીને, સ્વ-૫૨ને ડૂબાડવા માટે આ ઘણી મોટી પોથી થોથી લખાવીને છપાવી છે. કારણ કે, તેમની ગુપ્ત પૂર્તતાને તો કોઈ સુબોધ પુરુષ જ સમજશે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org