________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
શુદ્ધાશુદ્ધનો પણ બોધ નથી. કારણ કે ટીકાના પાઠમાં જયાં ‘તન્ન’ શબ્દ છે, ત્યાં સૂત્રની ટીકામાં ‘તત્ર' શબ્દ લખેલ છે. તે ‘તત્ર’ શબ્દ છાપનારની ભૂલ નથી. પરંતુ શાસ્ત્રશૈલીની અનભિજ્ઞતાની સૂચક છે. કારણ કે, લેખકશ્રીએ ‘તંત્ર’ શબ્દ રાખીને જ “ત્યાં કહે છે” - આવો અર્થ લખ્યો છે. તેથી લેખકને શબ્દાર્થનો યથાર્થ બોધ પણ નથી, તે સિદ્ધ થાય છે. આથી સુજ્ઞજનોએ તેમનો લેખ સત્ય માનવો જોઈએ નહિં.
(૬૧) પૃષ્ટ-૬૩૦ ઉપર સેનપ્રશ્નનો પાઠ લખીને પૃષ્ટ-૬૩૧ ઉ૫૨ એમણે જે સ્વકપોલ કલ્પના કરી છે, તે પણ તેમની શાસ્ત્રાર્થની અનભિજ્ઞતાની સૂચક છે. સેનાપ્રશ્નનો પાઠ આ પ્રમાણે છે.
" तथा श्री ही प्रभृति देव्यश्चतुर्विंशतिजिनयक्षिण्यः षट्पंचाशद्दिक्कुमार्यः सरस्वती श्रुतदेवी शासनदेवी चेत्येतासां मध्ये का भवनपति निकायवासिन्यः काश्चतव्यं करनिकायवासिन्य इति साक्षरं व्यक्त्या प्रसाद्यमिति प्र० श्री ही प्रभृति षट्देव्यो भवनपतिनिकायान्तर्गता इति मलयगिरिकृत बृहत् क्षेत्रविचार टीकायामिति तथा चतुर्विंशति जिनयक्षिण्यस्तु व्यंकरनिकायान्तर्गताः एव संभाव्यंते, यत उक्तं संग्रहणीसूत्रे 'वंतरपुण अट्ठविहा पिसाय भूआ तहा जक्खे'त्यादि तथा षट्पंचाशद्दिक्कुमार्यस्तु श्री आवश्यक चूर्णौ षट्पंचाशद्दिकुमारीणां ऋद्धि वर्णने बहुहिं वाणंमतरेहिं देवेहिं देवीहिं सद्धि संपरिवुडा इत्याद्युक्तानुसारेण व्यंतरनिकायान्तर्गता ज्ञायंत इति तथा शासनदेवी तु जिनयक्षिण्येव नापरेति तथा सरस्वती श्रुतदेवी तु पर्यायान्तरमिति ज्ञायते परकुत्रापि तथायुर्माननिकायादिन દૃશ્યત વૃત્તિ’” ।।
૩૭૩
(૬૨) ભાવાર્થ :- શ્રીસેનસૂરિજીને પ્રશ્નકારે પૂછ્યું કે, શ્રી હ્રી પ્રમુખ દેવીઓ તથા ચોવીસ જિન યક્ષિણીઓ, છપ્પન દિશાકુમારીઓ, સરસ્વતી, શ્રુતદેવી, શાસનદેવી; તેઓમાં ભવનપતિઓની નિકાયમાં રહેનારી કોણ કોણ છે ? અને વ્યંતરનિકાયમાં રહેનારી કોણ કોણ છે ?
આ પ્રશ્નનો ઉત્તર ગ્રંથના અક્ષર સહિત આપવા માટે
Jain Education International
For Private & Personal Use Only
કૃપા કરશોજી.
www.jainelibrary.org