________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૭૧ કારણ કે, શાસ્ત્રમાં કર્મક્ષયના કારણ તરીકે શ્રુતભક્તિ પ્રસિદ્ધ છે. પરંતુ શ્રુત અધિષ્ઠાતૃ દેવતા વ્યંતરાદિ પ્રકારને વિજ્ઞપ્તિ કરવી યુક્ત નથી. કારણ કે, શ્રુતદેવી બીજાનો કર્મક્ષય કરવામાં અસમર્થ છે.
અહીં આચાર્યશ્રી ઉત્તર આપે છે - હે વાદી ! તમારી વાત યોગ્ય નથી. કારણ કે, મૃતાધિષ્ઠાતા દેવતા વિષયક શુભ પ્રણિધાન પણ સ્મરણકર્તાના કર્મોનો ક્ષય કરવામાં કારણ છે, આવું શાસ્ત્રમાં કહેલું છે. તે શાસ્ત્રવચન આ પ્રમાણે છે.
. “શ્રુતદેવતાનું સ્મરણ કર્મનો ક્ષય કરનાર કહ્યું છે. તે શ્રુતદેવતા નથી અથવા હોય તો પણ કંઈપણ કાર્ય કરનારી નથી. આવું કહેવું તે શ્રુતદેવીની આશાતના છે. વળી અહીં શ્રુત અધિષ્ઠાત્રી દેવીનું જ વ્યાખ્યાન કરવું ઉચિત છે. જેઓની શ્રુતસાગરમાં ભક્તિ છે, કૃતાધિષ્ઠાતૃ દેવતા તેઓના જ્ઞાનાવરણીય કર્મના સંઘાત (સમુહોનો ક્ષય કરો. આ રીતે જ વાક્યર્થની ઉપપત્તિ થવાથી અને વ્યાખ્યાનાન્તર વિશે શ્રુતપ દેવતા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરો, આ વ્યાખ્યાન સમ્યફ બનતું નથી. કારણ કે, શ્રુતસ્તુતિ તો પહેલાં ઘણીવાર કહી ચૂક્યા છીએ, આ કારણથી એ પક્ષ સ્થિર બને છે કે, અઈનો પક્ષ કરનારા શ્રુતદેવતા અહીં ગ્રહણ કરેલ છે.
આ પ્રમાણે વ્યાખ્યાનમાં બતાવેલ છે.
(૬૦) વિચારકોએ ટીકાના લેખનો વિચાર કરવો જોઈએ કે, શ્રીધનવિજયજીએ ટીકાનો જે ભાવાર્થ લખ્યો છે તે માત્ર અસમંજસ, પૂર્વાપરવિરુદ્ધ, ટીકાના અક્ષરાર્થથી વિરુદ્ધ, સ્વકપોલ કલ્પિત હોવાથી શ્રીધનવિજયજીની મૂઢતા અને જૈનશાસ્ત્રની શૈલીની અનભિજ્ઞતાની સૂચક છે. કે નહિ?
જો ધનવિજયજીને સુગમ ટીકાનો ભાવાર્થ યથાર્થપણે જાણી શકાતા નથી, તો મહાગંભીર અર્થવાળી પંચાંગીનો યથાર્થ બોધ કેવી રીતે હોઈ શકે ?
આથી તે થોથીરૂપ પોથીમાં એમણે પંચાંગીના જે પાઠ લખ્યા છે, તે સર્વે અંધ ભેંસની જેમ વિચાર્યા વિના લખેલ છે અને લેખકશ્રીને પ્રાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org