________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૬૭ તે યુક્ત છે. કેમ કે, શ્રુતની ભક્તિ તે કર્મક્ષયના કારણ તરીકે પ્રસિદ્ધ છે. અને શ્રુતાધિષ્ઠાતા દેવતા તો વ્યતરાદિ પ્રકારના છે. તેમને પૂર્વોક્ત વિજ્ઞપ્તિ કરવી યુક્ત નથી. કારણ કે, તે તો બીજાનો કર્મક્ષય કરવામાં અસમર્થ છે. તેથી ત્યાં કહે છે કે, શ્રુતાધિષ્ઠાતા દેવતાનું સ્મરણ કરતાને તેમના વિશે શુભ પ્રણિધાન છે, તે પણ કર્મક્ષયનું કારણ કહ્યું છે. તેથી તે શ્રુતદેવતાનું સ્મરણ કર્મક્ષયનું કારણ કહ્યું. પરંતુ તે શ્રુતદેવતા કાંઈ કરનાર નથી, એમ કહે તો તેમની આશાતના કહી. તથા અહીં એ જ વ્યાખ્યાન કરવું ઉચિત છે, જે નિરંતર શ્રુતસમુદ્રને વિષે ભક્તિવંત છે, તેમના જ્ઞાનાવરણીય કર્મનો સમુહ શ્રુતઅધિષ્ઠાયિકા દેવતા ક્ષય કરો. આ વાક્યર્થ થાય છે.
વ્યાખ્યાનાંતરમાં શ્રુતરુપ દેવતા શ્રતને વિશે ભક્તિવંતોના કર્મોનો ક્ષય કરો, એ અર્થ તો રૂડો (સારો) પ્રતિપાદન થતો નથી. કેમ કે, શ્રુતની સ્તુતિ વિશે તો પૂર્વે બહુ પ્રકારે કહ્યું, તે કારણથી એમ સિદ્ધ થયું કે અરિહંત પાક્ષિક શ્રુતદેવતા તે અહીં ગ્રહણ કરવા.
અહીં ટીકાકારે પ્રશ્નકારને કહ્યું કે તમે શ્રુતભક્તિ કર્મક્ષય કારણપણે કરીને શ્રુતરુપ દેવતા, એવો વ્યાખ્યાનાન્તર માનશો, તો શ્રતને વિશે ભક્તિવંતોનાં કર્મ ખપાવો, એ અર્થની સમ્યક ઉત્પત્તિ ન થાય. કેમ કે, શ્રુત સ્તુતિ રૂપે પૂર્વે બહુ કરી છે. માટે અહંત્પાક્ષિકી શ્રુતદેવતા ગ્રહણ કરવી એટલે અહત્પક્ષથી પ્રાપ્ત થયેલી જિનવાણી રૂપ શ્રુતાધિષ્ઠાતા એટલે શ્રુતવ્યાપક દેવતા અહીં ગ્રહણ કરવી. પરંતુ શ્રુતપ દેવતા તથા વ્યતરાદિ પ્રકારની ગ્રહણ ન કરવી. કેમ કે શ્રુત તે અત્ પ્રવચન તેને વિશે અધિષ્ઠાત એટલે વ્યાપક તેને શ્રુતાધિષ્ઠાત્રી દેવતા કહી છે.”
આ ઉપર લખેલો લેખ શ્રીધનવિજયજીની અજ્ઞતાનો સૂચક છે.
(૫૮) હવે અહીં પાક્ષિક સૂત્રની ટીકા અને તેનો યથાર્થ ભાવાર્થ લખાય છે.
तत्पाठः ॥ “सुयगाहा ॥ श्रुतमहत्प्रवचनं श्रुताधिष्ठातृ देवता श्रुतदेवता संभवति च श्रुताधिष्ठातृ देवता यदुक्तं कल्पभाष्ये ॥ सव्वं च लक्खणो वेयं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org