________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૩૩ च नेवासिद्धं अप्रतिष्ठितप्रमाणांतरेणैव तदस्माच्छुभसिद्धिलक्षणं वस्तु कुत इत्याह अभिचारकादौ दृषटांत धर्मिण्यभिचारुकेस्तोभनस्तंभनमोहनादिफले कर्मणि च तथेक्षणात् स्तोभनीयस्तभनीयादिभिरपरिज्ञानेऽपि आप्तोपदेशेन स्तोभनादिकर्मकर्तुरिष्टफलस्य स्तंभनादे प्रत्यक्षानुमानाभ्यां दर्शनात् । प्रयोगो-यदाप्तोपदेशपूर्वकं कर्म तद्विषयेणाज्ञातमपि कर्तुरिष्टफलकारि भवति यथा स्तोभनस्तंभनादि तथा चेदं वैयावृत्त्यकरादिविषयकायोत्सर्गकरणमिति ॥"
આ ઉપરોક્ત લલિત વિસ્તરાના પાઠમાં પ્રગટપણે ચોથી થાય લખી છે, તે લલિત વિસ્તરાની પંજિકામાં લખ્યું છે કે વૈયાવૃજ્યકરોનો કાયોત્સર્ગ કરનારાઓને શુભસિદ્ધિમાં-વિનોપશમ પુણ્યબંધાદિ સિદ્ધિમાં આ આસોપદિષ્ટ કાયોત્સર્ગનું પ્રવર્તક વચન જ્ઞાપક છે. એ જ પ્રમાણ છે.
હવે સુજ્ઞજનોએ વિચારવું જોઈએ કે, જ્યારે વૈયાવૃજ્યકરોનો કાયોત્સર્ગ-થોય કરવાથી શુભની સિદ્ધિમાં વિજ્ઞોપશમ અને પુણ્યબંધાદિ થાય છે, આ કથન આપ્ત અર્થાત યથાર્થ વકતા પુરુષનું છે. તો પછી જિનમંદિરમાં અને પ્રતિક્રમણમાં, પૂર્વોક્ત કાયોત્સર્ગ-થોય કહેવાની શ્રીધનવિજયશ્રી રાજેન્દ્રસૂરિજી શા માટે નિબંધ (નિષેધ) કરે છે ? તેઓ શું શ્રીહરિભદ્રસૂરિજી, શ્રીમુનિચંદ્રસૂરિજીથી પણ અધિક પઠિત અને ભવભીરું છે ? નહીં, પરંતુ પૂર્વાચાર્યોના તથા સંઘના નિંદક, કુમતિ મત સ્થાપક છે.
(૪૦) પૃષ્ઠ ૩૯૦ થી પૃષ્ટ ૪૬૪ સુધીમાં શ્રીધનવિજયજીએ નીચેના શાસ્ત્રોમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાની લખી છે.
(૧) શ્રીહરિભદ્રસૂરિકૃત લલિત વિસ્તરા, (૨) શ્રીમુનિચંદ્રસૂરિકૃત લલિત વિસ્તરા પંજિકા, (૩) શ્રી હેમચંદ્રસૂરિકૃત યોગશાસ્ત્ર દીપિકા, (૪) શ્રીભાવદેવસૂરિકૃત દિનચર્યા, (૫) શ્રીદેવસૂરિકૃત દિનચર્યા, (૬) શ્રીનેમીચંદ્રસૂરિકૃત પ્રવચન સારોદ્ધાર, (૭) શ્રી સિદ્ધસેનસૂરિકૃત પ્રવચનસારોદ્ધાર વૃત્તિ, (૮) શ્રી દેવેન્દ્રસૂરિકૃત લઘુભાષ્ય, (૯) શ્રીધર્મઘોષસૂરિકૃત લઘુચૈત્યવંદનભાષ્યવૃત્તિ, (૧૦) શ્રીજિનપ્રભસૂરિકૃત વિધિપ્રપા, (૧૧) શ્રીમાનવિજયોપાધ્યાય કૃત ધર્મસંગ્રહ વૃત્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org