________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
चाकिंचत्करीतामालंबय प्रशस्त मनसः कर्मक्षयदर्शनात् ॥
ભાવાર્થ :- શ્રુતદેવીના આશાતના કરવાથી અતિચાર લાગે, ક્રિયા પૂર્વની જેમ જાણવી. શ્રુતદેવીની આશાતના કેવી રીતે લાગે છે, તે કહે છે. શ્રુતદેવતા ભગવંતની જે વાણી, તે નથી. છે તો શું કરે છે ? એનું સામર્થ્ય શું છે ?
આવું કહે તેને કહેવું કે, શ્રીતીર્થંકર પરમાત્માના આગમ છે, તે નિશ્ચયથી અધિષ્ઠાયક વિનાના હોતા નથી. એટલે એ જિનેશ્વર પરમાત્માની વાણીની અધિષ્ઠાત્રી શ્રુતદેવી મહા સમર્થ છે. તે શ્રુતદેવી.કંઈ કરતી નથી, એમ વિચારવું પણ નહીં. કેમ કે, જે ભવ્યાત્મા શ્રુતદેવીને શુભમનથી આલંબન કરીને ધારણા કરે છે, તેનાં કર્મો ક્ષય થાય છે. (એ પાઠમાં શ્રુતદેવીના આલંબનથી કર્મક્ષય થાય એમ દર્શાવ્યું, તેથી ઉત્સર્ગે જિનવાણીનો સંભવ છે.)
અહીં શ્રીધનવિજયજી ચૂર્ણિના પાઠના અર્થમાં લખે છે કે, “શ્રુતદેવી, જેને શ્રુત અધિષ્ઠિત છે તેની આશાતના.” અને આવશ્યક બૃહદ્વૃત્તિના પાઠના અર્થમાં શ્રુતદેવીનો અર્થ ભગવંતની વાણી લખે છે.
અહીં હે ભવ્ય ! તમે તેમના લેખથી જ વિચાર કરો કે, ચૂર્ણિના પાઠના અર્થમાં તો લખે છે કે “શ્રુતદેવી, જેને શ્રુત અધિષ્ઠિત છે.” એ અર્થનો ખુલાસો એ છે કે, શ્રુતદેવી તેને કહે છે કે, જે પ્રવચનની અધિષ્ઠાતા દેવી છે.
અહીં તે ઉત્સૂત્ર પ્રરૂપક શ્રીધનવિજયજી દ્વારા કરાયેલો અર્થ વિચાર કરો કે, પ્રવચન અને ભગવાનની વાણી, એ બે વસ્તુ નથી. જે પ્રવચન છે, તે ભગવાનની વાણી છે અને જે ભગવાનની વાણી છે, તે જ પ્રવચન છે. આનાથી તે પ્રવચનની અધિષ્ઠાતા દેવી અવશ્યમેવ સિદ્ધ થાય છે. તેની આશાતના ચૂર્ણિકાર – વૃત્તિકારોએ વર્જવાની કહી છે.
જો અંત૨ જાતિની દેવીનો અર્થ ન માનીએ, તો અધિષ્ઠિત શબ્દનો અર્થ ક્યારે પણ ઘટી શકશે નહીં, આ તો સુજ્ઞજનો પોતાની જાતે જ આવશ્યકચૂર્ણિ તથા આવશ્યક બૃહદ્વૃત્તિનો પાઠ જોઈને વિચારી શકશે. શ્રીધનવિજયજીએ મતાગ્રહના કારણે તે પાઠોના અર્થ બદલવાનો પ્રયત્ન
Jain Education International
૩૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org