________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩પ૭ કર્યો છે.
(૫૨) શ્રીધનવિજયજીની પોથીના પૃષ્ટ-૬૨૧ ઉપર આરાધનાપતાકાના અર્થમાં શ્રુતદેવીનો અર્થ જિનવાણી લખે છે. તે પણ લેખ તેમની માત્ર મિથ્યાત્વના ઉદયની પ્રબળતાનો સૂચક છે, કારણ કે, અહીં પણ શ્રુત અધિષ્ઠાત્રી દેવીનો અર્થ શ્રીતપાગચ્છીય ગણિ શ્રીરુપવિજયજીએ પોતાના પ્રશ્નોત્તર ગ્રંથમાં લખ્યો છે. તે નીચે પ્રમાણે છે.
શ્રીમંત દોલતરાવ લશ્કર સ્થાનથી લિ. ગુલછા શિવદાન સિંહજીએ લખ્યું છે, જે પ્રતિક્રમણની અંદર મૃતદેવતાની તથા ક્ષેત્રદેવતાની થોય, તે શ્રી મહાવીરસ્વામી પ્રભુથી પરંપરા છે કે પાછળથી આચાર્યથી પરંપરા છે? તે વિસ્તારથી લખજો. તે બધા સમાચાર જાણ્યા છે, હવે ઉત્તર લખ્યો છે.તે વિચારીને શ્રદ્ધા સ્થિર રાખવી.” પ્રથમ પંચવસ્તુગ્રંથનો પાઠ છે.
__आयरणा सुयदेवमाईणं होइ उसग्गो ॥ व्याख्या ॥ आचरणे दाने श्रुतदेवतादिनां भवति कायोत्सर्गः आदि शब्दात् क्षेत्र-भवनदेवता परिग्रह રૂતિ થઈ?”
એ ગાથામાં શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કહ્યો છે અને ૧૪૪૪ ગ્રંથના કર્તા શ્રીહરિભદ્રસૂરિજીએ એ પાઠ પચવસ્તુ ગ્રંથમાં કહ્યો છે, તે જાણજોજી ના
તથા આવશ્યક નિર્યુક્તિમાં પણ પાઠ છે, તે આ પ્રમાણે છે
"चउमासिय संवच्छरिएसु सव्वेवि मूलगुण-उत्तरगुणाणं आलोयणं दाउण पडिक्कमंति खित्तदेवयाए उसग्गं करिति ।।" इति आवश्यक निर्युक्तौ ॥
અહીં પણ ક્ષેત્રદેવતાનો શય્યાધિષ્ઠાયકનો કાયોત્સર્ગ સાધુ કરે એ અર્થ છે. રા.
"चउमासिए एगो उवसग्ग देवयाए उसग्गो कीरई संवच्छरिए खित्तदेवयाए विकीरति अप्भहियो" इति आवश्यक चूर्णौ ॥
આ પાઠમાં પણ કહ્યું છે કે, ઉપસર્ગકારી દેવતાનો કાયોત્સર્ગ કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org