________________
उ४८
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ માની લે છે.
શાસ્ત્રોમાં ચારિત્રકુશીલીયાના જે લક્ષણો બતાવ્યા છે, તે અમારી ગુરુપરંપરામં ક્યાંય જોવા મળતાં નથી. તે લક્ષણો પૂર્વાચાર્યો આ પ્રમાણે જણાવે છે. (૧) સોભાગ્યાર્થે સ્નાન કરે-કરાવે, (૨) જવરની ઔષધી આપે, (૩) વિદ્યાબલથી પ્રશ્ન કહે, (૪) નિમિત્તાદિ કહે, (૫) જાતિ-કુલ વગેરેથી આજીવિકા ચલાવે, (૬) માયા કરે, (૭) સ્ત્રી પ્રમુખના અંગોના લક્ષણો કહે, (૮) મંત્રનો આશ્રય કરે.
અમારી ગુરુપરંપરા આવા કોઈ અનાચારોને સેવતી નહોતી. શ્રીધનવિજયજીની ગુરુપરંપરાનો આચાર કેવો હતો, તે સૌ કોઈ જાણે છે.
વળી મહાનિશીથ સૂત્રમાં કોણ ક્રિયાદ્ધાર કરી શકે અને કોણ ન કરી શકે ? તે માટા પૂર્વે ભાગ-૧માં વિગતવાર જણાવેલ છે, તે મહાનિશીથ સૂત્રની વિધિનો શ્રી રાજેન્દ્રસૂરિએ અમલ કર્યો નથી. પોતાની સ્વંતત્ર મતિથી પ્રવર્તન કર્યું છે.
શ્રીધનવિજયજી લખે છે કે... “આત્મારામ આનંદવિજયજીએ ઢંઢકમત છોડીને પાખંડમત કપડા રંગવાનો ધારણ કર્યો છે” - તે વાત પણ તમારી નિર્વિકતાની સૂચક છે. કારણ કે, આગળ પણ (પૂર્વે પણ) લુપક ગચ્છના શ્રીપૂજ્ય મેઘઋષિએ, લેપક મતને જૈનશાસ્ત્રોથી વિરુદ્ધ જાણીને ૨૫ યતિની સાથે (લેપકમતને છોડીને) શ્રીતપાગચ્છાચાર્ય શ્રીહીરવિજયજીસૂરિની પાસે પુનઃ દીક્ષા લીધી હતી અને શ્રીમેઘવિજયજી ઉપાધ્યાય, આ નામથી પ્રસિદ્ધ થયા હતા. આ રીતે પૂર્વે કેટલાયે મહાત્માઓએ કુમતને છોડીને જૈનમત અંગીકાર કર્યો છે. તે રીતે મેં પણ ઢેઢક મતમાં પોતાના મહામહિમાને છોડીને જૈનસિદ્ધાંતાનુસાર શ્રીતપગચ્છની સામાચારીનું શરણ સ્વીકાર્યું છે અને શ્રીબુદ્ધિવિજયજી મ.ને મેં ગુરુ કર્યા છે. તે મહાપુરુષ તો એવા ત્યાગી, વૈરાગ્યી, નિઃસ્પૃહી પુરુષ હતા કે, જેમનો મહિમા ઢંઢકમતમાં અને મારવાડ, ગુજરાત દેશ અને ખાસ કરીને અમદાવાદમાં પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org