________________
૩૪૧
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ આદિમાં સામાન્ય પ્રકાર તથા જઘન્યપ્રકાર તથા જઘન્યોત્કૃષ્ટ પ્રકારે ચૈત્યવંદના કરવાની કહી જ નથી તથા ભગવાનાદિ ચાર ક્ષમાશ્રમણોને વંદના કહી નથી. તો પછી તમે પોતાને પંચાંગીને પ્રમાણિત માનવાવાળા કેવી રીતે સમજો છો? કારણ કે, તમે આ પોથીમાં લખો છો કે, હું અને મારા ગુરુ જઘન્ય પ્રકાર તથા જઘન્યોત્કૃષ્ટ પ્રકારે ચૈત્યવંદન પ્રતિક્રમણની આદિમાં માનીએ છીએ - કરીએ છીએ. આથી તમે પંચાંગીની શ્રદ્ધાથી ભ્રષ્ટ છો અને તમે પરમાર્થની પંચાંગીને પ્રમાણ માનતા જ નથી, તેથી તમારી પોથીમાં પંચાંગના પાઠ લખ્યા છે તે માત્ર ભોળા જીવોને બુદ્ધિભેદ કરવા માટે છે, તે સ્વયમેવ સિદ્ધ થાય છે.
વળી તેમણે જે લખ્યું છે કે, પંચાંગીમાં ત્રણ થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે, તે પણ તેમની અજ્ઞતાની સૂચક છે. કારણ કે, શ્રીસંઘાચાર વૃત્તિમાં શ્રીધર્મઘોષસૂરિજી લખે છે કે, લલિતવિસ્તરા ગ્રંથ સિવાય અનુક્રમથી (ક્રમપૂર્વક) ચૈત્યવંદનની વિધિ અન્ય કોઈપણ ગ્રંથમાં નથી.
જો આ પ્રમાણે છે, તો લલિત વિસ્તરા ગ્રંથને અનુસારે જ તે તે ગ્રંથોમાં ચૈત્યવંદનની વિધિ લખી છે. તેનાથી સિદ્ધ થાય છે કે પંચાંગીમાં ક્રમશઃ ચૈત્યવંદનની વિધિ કહી નથી. તો પણ પંચાંગીનું નામ લઈને ત્રણ થાય કહેતા ફરો, તે તમારી મતોન્મત્તતા પ્રગટ થાય છે. કારણ કે જ્યારે શ્રીધર્મઘોષસૂરિજી જેવા આચાર્યોને પણ પંચાંગીમાં ક્રમથી ચૈત્યવંદનાનો પાઠ જ્ઞાત નથી, તો તમારા જેવા મિથ્યાભિમાનીઓને ક્યાંથી જ્ઞાત થઈ ગયો ? આથી તમે પંચાંગીના વિરોધી સિદ્ધ થાઓ છો.
(૪૫) પૃષ્ઠ-૫૫૩ થી લઈને તેમણે પંચાંગીના પાઠથી રાઈ પ્રતિક્રમણની અંતમાં ભગવાનાદિ ચાર ક્ષમાશ્રમણ કરીને વંદના કહી નથી, છતાં પણ તેઓ કરે છે. તેથી તેઓ પંચાંગીના વિરોધી છે.
તથા રાઈપ્રતિક્રમણની અંતમાં જે જિનગૃહમાં વંદના કરવાની સામાન્ય પ્રકારે કહી છે, તેનું સ્વરૂપ કહ્યું નથી અને તેઓ કોઈક સ્વરૂપવાળી ચૈત્યવંદના ત્રણ થોયની સ્થાપન કરે છે. તેથી પણ તેઓ પંચાંગીના વિરોધી છે.
ભાષ્યકાર તો ઉભયકાલમાં ઉત્કૃષ્ટ ચૈત્યવંદનના ત્રણ ભેદવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org