________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૩૫ આ પૂર્વોક્ત ગ્રંથોમાં (તે ગ્રંથોના પાઠ અંગે) શ્રીધનવિજયજી લખે છે કે, ચોથી થાય સહિત ત્રણ થોયના દેવવંદન પૂજાદિ વિશિષ્ટ કારણે કરવાના કહ્યા છે.
પ્રથમ તો શ્રીધનવિજયજીનો આ લેખ ધૂર્તતા-છલ-દંભતા સ્વરૂપ છે. કારણ કે, “ચોથી થોય સહિત ત્રણ થાય'- એવો લેખ પૂર્વોક્ત ૧૧ ગ્રંથોમાં ક્યાંય જ નથી. તેમણે પોતાની મતિ કલ્પનાથી લખ્યો છે. તે લેખથી એમના મતની કંઈ પણ સિદ્ધિ થતી નથી અને તેમણે જે પૂજાદિ વિશિષ્ટ કારણે લખ્યું છે, તેમાં જે આદિ શબ્દ તેમણે લખ્યો છે, તે આદિ શબ્દથી જિનભુવનથી અન્ય સ્થાન પ્રતિક્રમણાદિમાં પણ પૂર્વોક્ત ચાર થોયની ચૈત્યવંદના સિદ્ધ થાય છે, અને તે પોથીમાં જે અસત્ય લખ્યું છે, તેના બદલામાં બિચારા તે લોકોની કેવી દુર્દશા થશે? તે તો જ્ઞાની જ જાણે.
(૪૧) પૃષ્ટ ૪૬૪માં શ્રીધનવિજયજીએ જે ચૈત્યવંદનના નવ પ્રકાર લખીને યંત્ર બનાવ્યું છે, તે મહામિથ્યાત્વના ઉદયથી લખ્યું છે. કારણ કે, એમને તે યંત્ર ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧માંના યંત્રની નકલ કરી છે. પરંતુ (૧) સંઘાચારભાષ્યવૃત્તિ, (૨) લઘુ ચૈત્યવંદન ભાષ્યવૃત્તિ અને (૩) પ્રવચન સારોદ્ધાર – બૃહવૃત્તિમાં એ પ્રકારનું યંત્ર નથી અને એવું યંત્ર બનાવવાની વિધિની ગાથા પણ નથી તથા મેં જે નવપ્રકારનું યંત્ર (ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧માં) લખ્યું છે, તે રાઘનપુરના ભંડારમાં જે ધર્મસંગ્રહનું પુસ્તક છે, તેના યંત્રથી લખ્યું છે. તેથી હે ભવ્યો ! શ્રીધનવિજયજી જે જે પુસ્તક નવીન લખાવે છે, તેમાં પ્રાયઃ કરીને સ્વકપોલ કલ્પનાથી અનેક પાઠાર્થ પ્રક્ષેપ કરાવે છે, એવું મેં શ્રાવકાદિ પાસેથી સાંભળ્યું છે અને તેમની પોથી પણ સિદ્ધ કરે છે કે, શ્રીધનવિજયજી સ્વકપોલ કલ્પિત લખે છે. તેથી તેમના વચનોનો કોઈપણ ભવ્યાત્માઓએ વિશ્વાસ કરવો નહિ.
(૪૨) પુષ્ટ-૪૭૦ થી પૃષ્ટ-૪૭૮ સુધીમાં લેખકશ્રીએ સ્વકપોલ કલ્પિત લખ્યું છે. તેમાં એમણે (વંદિતા સૂત્રની ગાથા-૪૭માંના) “મિિટ્ટ રેવા' આ પદના સ્થાને “સમય સુદ્ધિ આ પદ પાઠાંતર તરીકે સિદ્ધ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org