________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૨૭ જરૂરથી ઇરિયાવહી પડિક્કમવી જોઈએ. તે માટે પડિક્કમે તે જાણજો.
(उक्तं च आवश्यकनिर्युक्तौ ॥ "हत्थसयादागंतु गंतुव मुहुतगंजहिं चिट्ठपंथेवावच्चंतो नइमंतरेण पडिक्कमइ") ॥१॥
-તે કારણથી જે સો હાથ ઉપરથી આવે તેહને જરૂર ઈરિયાવહી પડિક્કમીને સામાયિક કરવું તથા શ્રીઆવશ્યક ચૂર્ણિમાં જે પ્રમાણે પાઠ છે તે પ્રમાણે ખરતરગચ્છવાળા સામાયિક કરતા નથી. શ્રીચૂર્ણિમાં કહ્યું છે કે, સાધુ પાસે ઋદ્ધિવંત આવીને સામાયિક દંડક ઉચ્ચરે-તેમાં “નવસાદુ જુવાસામી” એ પ્રમાણે કહ્યું છે, તે મહદ્ધિક રાજા પ્રમુખ હોય તેના માટે અથવા ઘરમાં સામાયિક કરે તેના માટે ‘નાવનયમં પૂજ્વાલામી' એવો પાઠ છે. પણ ઉપાશ્રય કરે તેના માટે આ પાઠ “ઝાનિયમ.' નો કહે છે તે ખોટો કહે છે.
તથા મુહપત્તિ પડિલેહે છે તથા કટાસણ સંદેસામી કહે છે તથા ત્રણ નવકાર ગણીને સામાયિક દંડક ઉચ્ચરે છે તથા પાઉચ્છણે સંદેસામી તથા સીયકાલે પાવરણ સંદેસામી, એ સર્વે આદેશ માંગે છે, તે સૂત્રથી વિરુદ્ધ છે. શ્રી આવશ્યક ચૂર્ણિમાં કહ્યા નથી. પોતાના ગચ્છનું સ્થાપન કરવા માટે શ્રીજિતપ્રભસૂરિ એ “વિધિપ્રપા' નામનો ગ્રંથ બનાવીને તેમાં પોતાનો મત સ્થાપ્યો છે. પરંતુ શ્રી આવશ્યક ચૂર્ણિ, તેની વૃત્તિ, નવપદ પ્રકરણ વૃત્તિ, યોગશાસ્ત્ર વૃત્તિ તથા પંચાશક ચૂર્ણિ પ્રમુખ કોઈ શાસ્ત્રમાં એ સામાચારી લખી નથી. એ તો શ્રીજિનપ્રભસૂરિએ કઠીન છાતી કરીને પોતાના મનની કલ્પના કરીને વિધિપ્રપા ગ્રંથ રચ્યો છે. તે તો તેમના પક્ષવાળા હોય તે માને. પરંતુ આત્માર્થી તો શાસ્ત્ર પ્રમાણે કરે. કાલ્પનિક હોય તેને કોણ માને?
આથી ખરતરગચ્છનો સામાયિક આવશ્યક ચૂર્ણિને અનુસાર નથી.
શ્રીશ્રાદ્ધવિધિ ગ્રંથમાં જે સામાયિકનો વિધિ કહ્યો છે, તે વિધાન શુદ્ધ છે.
(૩૭) વળી સર્વ ગચ્છવાસી પોતપોતાના ગચ્છની સામાચારી પ્રમાણે સામાયિક કરે છે. પણ ઇરિયાવહી પ્રથમ પડિકમીને કાયોત્સર્ગ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org