________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૨૫ ભાવાર્થ- ઇર્યાવહિયા અર્થાત્ જે જવાની ક્રિયા છે, તેનાથી નિવર્તન કરે એટલે સામાયિકમાં સ્થિરપણે વર્તે એવો અર્થ છે. અહીં જે પંચમી વિભક્તિ છે, તે જવાની ક્રિયાનો નિષેધ કરનાર છે. એટલે એમ કહ્યું કે જે જવાની ક્રિયાથી પાછો ફરેલો છતો સ્વાધ્યાય આદિ કરવાને તત્પર થઈને પ્રવર્તે. જેમ પુષ્કલિ નામના શ્રાવકે શંખ શ્રાવકની પાસે જઈને ઇર્યાવહિની ક્રિયા કરીને ગમનથી નિવર્તન કરીને ત્રણવાર ભૂમિ પૂજીને પરિમિત ક્ષેત્રમાં બેસવા આદિની ક્રિયા કરી, આ રીતે અર્થ જાણવો.
વળી શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યા પ્રમાણે સર્વે ક્રિયાઓ ઇરિયાવહી પડિક્કમીને જ કરવાની છે. સામાપક્ષવાળા તેનાથી વિપરીત પ્રથમ સામાયિક દંડક ઉચ્ચરાવીને ત્યારબાદ “ઇરિયાવહી પડિક્કમે છે, તેમને પ્રશ્ન છે કે,
પહેલાં સામાયિક દંડક ઉચ્ચારાવતાં પૂર્વે “ઇરિયાવહી પડિક્કમતાં શું દૂષણ લાગે છે? તથા,
• તમે (પ્રથમ) સામાયિક લો છો, (તેથી) સાવદ્યયોગથી નિવર્યા છો, હવે ઇરિયાવહી પડિક્કમવાથી શું અધિક કરો છો? વળી,
તમે પોષહ લેતાં પહેલાં “ઇરિયાવહી કેમ પડિક્કમો છો ? તથા,
• સાધુ (તમારા સાધુ) પ્રતિક્રમણ કરતાં પહેલાં શા માટે “ઇરિયાવહી પડિક્કમે છે ? અને શ્રાવકો (તમારા શ્રાવકો) શા માટે પડિક્કમતા નથી ? ઇત્યાદિ ઘણી ચર્ચા છે. તે પત્રમાં કેટલી લખવી!
(૩૬) શ્રીદેવગુપ્તસૂરિકૃત નવપદ વિવરણમાં પણ આ રીતે જ કહ્યું છે કે, પ્રથમ પોતાના ઘરે સામાયિક કરીને સાધુ પાસે આવીને પુનઃ જો સામાયિક કરે તો “ફરિયાવદિયા પડમ કહેલાં તો ઇરિયાવહિયા પડિક્કમે.“તો વેચવું વર્લ્ડ કહેતાં ત્યારબાદ ચૈત્યવંદના કરે.
આથી આ પાઠમાં એમ સૂચવ્યું કે ઘરે સામાયિક કરી પછી સામાયિકમાં જ વર્તતો સાધુ પાસે આવીને સામાયિક ઉચ્ચરે, માર્ગની વિરાધના ટાળવા માટે ઇરિયાવહિ પડિક્કમે. સો હાથ ઉપરથી આવે, તેને તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org