________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૧૯
આ સૂત્રમાં કહ્યું છે કે, જે શ્રમણોપાસક શંખ પોષધમાં રહ્યો હતો, તેની સાથે વાત કરવી હતી. તે પણ પુસ્ખલી શ્રાવકે ‘ઇરિયાવહી’ પડિક્કમીને કરી, તેમ ભગવતી સૂત્રમાં કહ્યું છે. તો પછી સામાયિક તો મુનિરાજપણાની વાનગી છે, તેની ક્રિયા તો વિરતિરૂપ પ્રસાદની પીઠિકા સમાન ‘ઇરિયાવહી’ પડિક્કમ્યા વિના સામાયિક શુદ્ધ થાય જ નહિ.
ભગવતી સૂત્રના તે પદની ટીકા શ્રી અભયદેવસૂરિજીએ લખી છે, તે આ પ્રમાણે છે
"गमणागमणाए पडिक्कमइति इर्यापथिकी प्रतिक्रामतीत्यर्थः” इति श्री भगवतीवृत्तौ श्री अभयदेवसूरयः ॥ ४ ॥
શ્રી ધર્મઘોષસૂરિજી કૃત સંઘાચાર ભાષ્યમાં પણ કહ્યું છે કે, પુસ્ખલી શ્રાવકની કથા સાંભળીને ‘ઇરિયાવહી' પડિક્કમીને જ સામાયિક કરવું. ॥ यदुक्तं ॥ श्रुत्वैवमल्पमपि पुष्कलिनानुचीर्णमीर्याप्रतिक्रमणतः किलधर्मकृत्यं सामायिकादि विदधीत ततः प्रभूतं तत्पूर्वमत्र च पदावनिमार्ज्जनं त्रिः ॥ १ ॥
ભાવાર્થ :- પુસ્ખલી શ્રાવકે અલ્પ પણ ધર્મકાર્ય કર્યું, સાધર્મિક વાત્સલ્યમાં તેડવા (આમંત્રણ આપવા) માટે. (તેટલું અલ્પ ધર્મકાર્ય) પણ ‘ઇરિયાવહી’ પડિક્કમીને શંખ નામના શ્રમણોપાસકને કહ્યું. તેથી સામાયિકાદિ વિશેષ કરણી તો ‘ઇરિયાવહી' પિંડેક્કમીને જ કરવી, ત્રણવાર ભૂમિ પ્રમાર્જીને કરવી.
આ પ્રમાણે સંઘાચારવૃત્તિનો ભાવાર્થ છે.
(૩૩) શ્રીહરિભદ્રસૂરિકૃત પંચાશક ગ્રંથની ચૂર્ણમાં પ્રાભાતિક (સવારે) સામાયિક કરવાના અધિકારમાં પ્રથમ ‘ઇરિયાવહી’ પડિક્કમીને પછી સામાયિકનો પાઠ ઉચ્ચારવાની વિધિ બતાવી છે. તે પાઠ આ પ્રમાણે છે.
"तओ राइए चरमजामे उट्ठउण इरियावहियं पडिक्कमिय पुवि च पोतिंपेडिय नमोक्कारपुव्वं सामाइयसुत्तं कड्डिय संदिसावियसज्झायं कुणइ” ભાવાર્થ:- ત્યારબાદ રાત્રિના ચોથા પ્રહરે ઉઠીને ‘ઇરિયાવહી’ પડિક્કમીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org