________________
૨૮૧
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ માંડ્યા, એટલે સર્પનું રૂપ ધારણ કરી પાણીમાં પ્રવેશ કરી ગઈ !”
વાહ ! કેવા સંયમધારી સાધુ હતા ? જેમને જલ-નિગોદ અને વનસ્પતિના જીવોની પણ દયા ન આવી ? આ લખનારને પણ આવા જ પ્રકારની દયા હશે!
(૧૭) પૃષ્ઠ-૫૩ ઉપર લખે છે કે.. “પછી ત્યાંથી વંદાવતા શ્રીજાવરા નગરે પધાર્યા, ત્યારે ત્યાંના સંઘે બહુ આદરથી વિનંતી કરી ચોમાસું રાખ્યા; ત્યારે જનાણી મીઠાલાલજી પ્રમુખ શ્રાવકોના મુખથી પ્રશંસા સાંભળીને ત્યાંના શ્રીનવાબ સાહેબે પ્રશ્ન પૂછાવ્યો કે “તુમારો ધર્મ અને અંગીકાર કરીએ, તો અમારી સાથે તમે ખાવા-પીવાનો વ્યવહાર કરો કે નહિ ! તે પ્રશ્નનો ઉત્તર શ્રીજી સાહેબે આપ્યો કે, દીનનું અને જૈનનું ઘર એક છે.”
વાહશું ઉત્તર આપ્યો! જયારે તમારા ગુરુ શ્રી રાજેન્દ્રસૂરિજીએ કહ્યું કે દીનનું અને જૈનનું ઘર એક છે. તે શું જે રીતે મુસલમાન બકરી ઈદમાં ક્રોડો બકરાઓ મારે છે, એ વાત તમારી એક છે? જે રીતે મુસલમાનો કાફરોને મારી નાંખવામાં પુણ્ય માને છે, તે રીતે તમે પણ પુણ્ય માનો છો, આ એક છે ? જેમ મુસલમાનો મહમ્મદનો કલમા વાંચે છે, તેમ તમે પણ મહમ્મદનો કલમા વાંચો છો, આ એક છે?
જેમ મુસલમાન એક અલ્લાહ માને છે અને તેને સૃષ્ટિના હર્તા કર્તા માને છે, તેમ તમે પણ માનો છો, આ એક છે?
જેમ મુસલમાન રોજા, નમાજ, ગૌઘાત, માંસભક્ષણ, મક્કાની હજા કરવી ઇત્યાદિ કાર્ય માને છે. અને કરે છે, એવી રીતે તમે પણ કરો છો?
તેથી મુસલમાનોના દીન અને તમારા કલ્પિત જૈન એક છે?
આ લેખથી તો તમારા ગુરુએ જૈનમતને પ્લેચ્છ મતની સાથે એક કરવાથી અનંત તીર્થંકર- ગણધરોને પ્લેચ્છ મતના કર્તા સમાન બનાવી દીધા છે. આ કારણથી તમે અને તમારા ગુરુ બંને પણ મિથ્યાષ્ટિ અનાર્ય સિદ્ધ થાઓ છો.
મને એ ખબર નહોતી કે, તમારો મત મુસલમાનોનો છે. જો આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org