________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૯૧ આ પ્રમાણે રાધનપુરના જ્ઞાનભંડારમાંથી પુસ્તક મેળવીને અથવા અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા, ભરૂચ, પાટણ, મહેસાણા આદિ શહેરોમાંથી તે ધર્મસંગ્રહનું પુસ્તક મેળવીને શ્રીસંઘ વિદ્વાનો પાસે શ્રી આત્મારામજીએ પોતાના પુસ્તકમાં ગ્રહણ કરેલ પાઠ છે કે નહિ, તે નિર્ણય કરવો જોઈએ અને તેમાં શ્રી આત્મારામજી સાચા લાગે તો શ્રીસંઘે સમસ્ત શ્રીસંઘને વિદિત કરવું જોઈએ.
આ નિર્ણય સંઘ ન કરે તો કોણ કરશે ! હું સંઘને નમ્ર વિનંતી કરું છું કે આ નિર્ણય તમારે સત્વરે કરવો જોઈએ.
શ્રીધનવિજયજી-રાજેન્દ્રસૂરિજીએ અમદાવાદમાં દીપક અંગે પ્રરૂપણા કરી હતી, ત્યારે જ મેં તો તેમને અસત્યવાદી જાણી લીધા હતા અને હવે આ લેખ જોવાથી નિશ્ચય થયો છે કે તેઓ અસત્ય બોલવામાં ખૂબ હોંશીયાર છે.
આથી હે ભવ્યો ! આ કુમાર્ગના પ્રવર્તકોનો પરિચય તમારે ન કરવો જોઈએ.
પૂર્વે મેં તેઓના ઘણા ખરાબ કામો સાંભળ્યા હતા, પણ તે વખતે પ્રતીતિ થતી નહોતી. પરંતુ આ થોથીરૂપી પોથીને જોવાથી નિશ્ચય થયો છે કે, તેઓને ખોટા કામો કરવામાં જ આનંદ આવે છે.
આમ તો અસત્યથી ભરેલી આ પોથીની સામે લખવા માટે મેં ઉપેક્ષા કરી હતી. કારણ કે, અસત્યરૂપી વિઠામાં કોણ હાથ નાંખે ! પરંતુ ઘણા ભવ્યાત્માઓની પ્રેરણાથી પુનઃ લખવા માટે પ્રવૃત્ત થયો છું.
(૨૨) પૃષ્ઠ-૬૯૯ ઉપર લખે છે કે... “કુવાદીના વાસ્તંભન કરવાવાળા મંત્ર આરાધક એવા મેં આ પુસ્તક રચ્યું છે.”
અહીં ભવ્યાત્માઓ વિચારી શકે છે કે, લેખકે માત્ર પોતાની પ્રશંસા કરી છે.
પોતાના શ્રાવકોમાં મોટા મંત્રવાદી તરીકેની પ્રસિદ્ધિ મેળવવાની ભૂખ સિવાય બીજું કશું જ નથી. કારણ કે, તેમની પાસે એવો કોઈ મંત્ર જ નથી. પરંતુ કપટથી લોકોની વચ્ચે સિદ્ધ બની ગયા છે. લોકોને ડરાવવાની આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org