________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
વસ્તુમાં સકારણ કંઈ પણ કરવાનો નિષેધ નથી.' આ શ્રીનિશીથભાષ્યનું વચન(કથન) છે. આથી મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ કોઈક કારણથી વસ્ત્ર રંગ્યા હતા. ત્યાંથી માંડીને તપગચ્છના સાધુઓ વસ્રોને રંગીને ધારણ કરે છે. પરંતુ કોઈપણ પ્રામાણિક સાધુ એવું નથી માનતા કે શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સાધુઓ રંગીન વસ્ત્રો જ રાખે અને મારી પણ તે જ શ્રદ્ધા છે. હાલ તો શ્રીસર્વસંઘ તપગચ્છ-ખરતર ગચ્છમાં આ રીતિ સંમત છે. શ્રીઆત્મારામ આનંદવિજયજીએ જ આ રંગીન વસ્ત્રો રાખવાની પરંપરા ચલાવી નથી. તો પછી લેખકે એકલા શ્રીઆત્મારામજી જૈનલિંગના વિરોધી છે, આવું શા માટે લખ્યું ? આ લેખ લેખકના દ્વેષ, ઇર્ષ્યાદિને સૂચિત કરે છે. કારણ કે, મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાથી લઈને આજ સુધી જેટલા સાધુ થઈ ગયા છે, તે સર્વેના નિંદક લેખક સિદ્ધ થાય છે. તથા શ્રીનેમસાગરજી, શ્રીરવિસાગરજી જેવા ત્યાગી વિરાગી મુનિઓને પણ લેખક જૈનલિંગના વિરોધી લખે છે.
પરંતુ લેખકને એટલું પૂછવું જોઈએ કે, તમારા ગુરુ શ્રીરાજેન્દ્રસૂરિજીએ સં.૧૯૨૫માં કુમતિ મતનો ઉદ્ધાર કર્યો છે, તેના પહેલાં રંગીન વસ્ત્રો સિવાયના કયા સાધુ સંયમી હતા ? તેના નામ તો આપો ? તમારા ગુરુ-દાદાગુરુ આદિ સર્વે તો જૈનદીક્ષાથી વિપરિત આચરણ કરનારા હતા. ત્યાગી ગુરુ વિના દીક્ષા લીધી, આજે પણ તમારા ગુરુ તેવા જ પ્રકારના છે.
૨૯૯
આથી લેખકે માત્ર પોતાના મતની પુષ્ટિમાં બીજાની નિંદા કરી છે - વ્યક્તિગત અઘટતા આક્ષેપો કર્યા છે. તેમાં તથ્ય નથી.
વળી ઉત્તરાધ્યયનના પાઠની સાક્ષી આપી છે. તેમાં લેખકની અનભિજ્ઞતા અને કદાગ્રહતા જ દેખાય છે. કારણ કે લેખકશ્રી લખે છે કે... ‘ઉત્તરાધ્યયનસૂત્રની બૃહવૃત્તિમાં પીળા આદિ રંગીન વસ્ત્રોને રાખવાવાળા શ્રીમહાવીરપ્રભુના સાધુ વિડંબક = વેષ વગોવવાવાળા કહ્યા છે.’
પરંતુ આ પૂર્વોક્ત લેખની ગંધ પણ ઉત્તરાધ્યયન સૂત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org