________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૦૯ સુવિહિત પરંપરાનુસારે તો પ્રથમ ઇરિયાવહી કરવી યુક્ત જણાય છે. યદ્યપિ (જો કે) આવશ્યક ચૂર્ણિમાં પછીથી ‘ઈર્યાવહી' પડિક્કમવાની કહી છે. પરંતુ ત્યાં સાધુ પાસે સામાયિક કર્યા બાદ ચૈત્યવંદન પણ કરવાનું કહ્યું છે. તેથી ઇર્યાપથિકી પ્રતિક્રમણનો સંબંધ સામાયિકની સાથે જ છે; એવું કેવી રીતે જાણી શકાય? આથી ચૂર્ણિગત સામાયિક કરવાની સામાચારી સભ્યતા જણાતી નથી. (અર્થાત્ ચૂર્ણિમાંથી સામાયિકની સામાચારી સારી રીતે જાણી શકાતી નથી.)
યદ્યપિ યોગશાસ્ત્રવૃત્તિ, શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિ આદિમાં (‘કરેમિ ભંતે' ઉચ્ચરાવ્યા બાદ) “ઇર્યાવહી કરવાની કહી છે, તે પણ લેખ ચૂર્ણોના આધારે છે-ચૂર્ણ ઉપરથી છે. આથી તે ગ્રંથોથી પણ “ઇરિયાવહી પછી કરવી, તે નિર્ણય કેવી રીતે થઈ શકે?
......................................,
(૨૯) ઉપરોક્ત સેન પ્રશ્નના પાઠથી સ્પષ્ટ થાય છે કે, શ્રીધનવિજયજીની વાત અસત્ય છે.
શ્રીધનવિજયજીને પ્રશ્ન છે કે... “સેનપ્રશ્ન' ગ્રંથના કર્તા શ્રીસેનસૂરિજી મ.ને તમે સત્યવાદી માનો છો કે અસત્યવાદી માનો છો?
જો શ્રીસેનસૂરિજી મ.ને સત્યવાદી માનો છો અને તેમના પ્રશ્નોત્તર ગ્રંથ સેનપ્રશ્નને સત્ય માનો છો, તો તમારા પુસ્તકમાં સેનપ્રશ્નથી વિરોધી લખવાથી તે ગ્રંથના વિરોધી સિદ્ધ થાઓ છો કે નહિ? તેના યોગે તે ગ્રંથના કર્તા શ્રીસેનસૂરિજી મ.ના વિરોધી છે કે નહિ?
જો શ્રીસેનસૂરિજી મ.ને અસત્યવાદી માનો છો, તો તમને કશું જ કહેવાનું રહેતું નથી. કારણ કે, તમે પોતાની ગુરુપરંપરામાં થયેલા પૂર્વજોપૂર્વાચાર્યોને પણ અસત્યવાદી કહો છો.
અહીં વાચકો વિચારી શકે છે કે પોતાના પૂર્વજોની વાતોથી વિરોધી લખાણ કરવા અને પોતાના પૂર્વજોને અસત્યવાદી માનવા - અંધપરંપરાના વાહક માનવા, ઈત્યાદિ અસમંજસ લખનારા પ્રવૃત્તિ કરનારા શ્રીધનવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org