________________
૩૧ ૧
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ કેવી રીતે સત્ય હોઈ શકે ?
હું તો સર્વ તપગચ્છના આચાર્યોના વચનને સત્ય માનું છું. તેઓશ્રીએ પ્રથમ ઇરિયાવહી અને પછી “કરેમિ ભંતે લખી છે, તે જ પ્રકારે હુ માનું છું તેથી સુજ્ઞજનો વિચારી શકે છે કે ચતુર્વિધ સંઘ અને પોતાના પૂર્વાચાર્યોના વિરોધી શ્રીધનવિજયજી-રાજેન્દ્રસૂરિજી છે કે શ્રી આત્મારામજી મ. છે? પ્રશ્નઃ- “કરેમિ ભંતે પ્રથમ કે “ઇરિયાવહી' પ્રથમ, આ બંને વાતોમાં તમે કઈ માનો છો? જવાબ-હે સૌમ્ય ! મારી એ શક્તિ નથી કે, હું કોઈ પણ સુવિહિત આચાર્યશ્રીના લેખને અસત્ય (જાહેર) કરું. કારણ કે, શાસ્ત્રોમાં બંને પ્રકારના લેખ છે. પ્રશ્ન - ક્યા કયા શાસ્ત્રમાં પ્રથમ “ઇર્યાપથિકી અને પછી “કરેમિ ભંતે' નું ઉચ્ચારણ કરવાનું કહ્યું છે? જવાબઃ- શ્રીતપાગચ્છીય ગણિવર્ય શ્રીરુપવિજયજી સ્વરચિત પ્રશ્નોત્તરમાં આ પ્રમાણે લખે છે... તથા ૪ તત્પતિ છે નૈનાનામવર: કૃત્વા નત્વા સમુહ पत्कजं इर्यापथिकचारुं वक्ष्ये सन्मार्गदीपिकां ॥१॥
-જે આત્માર્થી જીવ હોય, તેણે પંચાંગી પ્રમાણે સામાયિકાદિક ક્રિયા કરવી. તે પંચાંગીના નામ કહીએ છીએ. (૧)સૂત્ર, (૨)નિર્યુક્તિ, (૩)ભાષ્ય, (૪)ચૂર્ણિ, (૫)વૃત્તિ.
તથા સુવિહિત આચાર્યકૃત ગ્રંથને અનુસાર જે ભવ્યજીવ ક્રિયા કરે તે જિનમાર્ગનો આરાધક થાય છે. અને હમણાં કલિકાલના દૂષણથી પોતપોતાના ગચ્છના કદાગ્રહોને લઈને, સૂત્રને લોપીને કદાગ્રહોને કરીને શ્રાવકને વિપરીત માર્ગે ચલાવે છે. તેમને એમ કહે છે કે, સામાયિક દંડક ઉચ્ચરીને પછી ઇરિયાવહી પડિકમો, પણ સુવિહિત ગચ્છની વિધિ સૂત્રને અનુસારી ઇર્યાવહી પડિક્કમીને સર્વ પડિક્કમણું, પોષણ, સામાયિક સજ્જયાદિક ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org