________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૦૩ સાધુ લખ્યા છે, તો પાંચ કોડી કેવી રીતે હોઈ શકે? એવી કોઈ આશંકા ન કરે, આ માટે બીજો મત લખ્યો છે. પરંતુ પૂર્વાચાર્યોના લેખને અસત્ય સિદ્ધ કરવા લખેલ નથી અને શ્રીહીરવિજયસૂરિજીએ ૧૦૦ લાખની કોડી લખી છે અને વીસની કોડી નિષેધ કરી છે. અને મેં જૈનતત્ત્વદર્શમાં એવું નથી લખ્યું કે વીસની કોડી જ માનવી જોઈએ. તેથી શ્રીધનવિજયજીની વાત અસત્ય છે, જૈનશાસ્ત્રોની વિરોધી છે. કારણ કે, તેમને તપગચ્છના આચાર્યોના લેખ પ્રમાણ નથી અને તેઓની નિંદા લખી છે. સાથે સાથે ત્રણ થોયનો અસત્ય માર્ગ પ્રવર્તાવ્યો છે.
પ્રથમ તો તેમણે પ્રતિક્રમણની આદ્યતની ચોથી થોય નિષેધ કરી,
જ્યારે પ્રતિવાદિઓએ વિરોધ કર્યો, ત્યારે કહેવા લાગ્યા કે જિનમંદિરમાં ચોથી થાય નહી કહેવી. જ્યારે જિનમંદિરમાં ચોથી થોયનો લેખ બતાવાયો, ત્યારે કહેવા લાગ્યા કે પૂજાદિ વિશિષ્ટ કારણમાં ચોથી થોય કહેવી, અન્યથા નહિ.
ઇત્યાદિ જુઢિ સ્વકપોલ કલ્પના કરીને લોકોને ઉન્માર્ગમાં ધકેલી દીધાં છે. તેના યોગે સ્વ-પરનો મનુષ્યજન્મ બગડી રહ્યો છે. કારણ કે નગરશેઠ પ્રેમાભાઈ શ્રીસંઘના બે મોટા શેઠોની સહી સહિત પોતાના દ્વારા છપાવેલા પત્રમાં પ્રગટપણે લખે છે કે..
મુનિ આત્મારામજી મહારાજ ચાર થયો પ્રતિક્રમણમાં કહે છે, તે કોઈ નવીન નથી. પરંપરા પૂર્વેથી ચાલતી આવેલી છે. હાલમાં મુ. રાજેન્દ્રસૂરિએ પ્રતિક્રમણમાં ત્રણ થોયો કહેવાનું પ્રરૂપ્યું છે. પરંતુ અહીંયા અમદાવાદમાં આઠ દસ હજાર શ્રાવકોનો સંઘ કહેવાય છે. તેમાં કોઈએ પણ પ્રતિક્રમણમાં ત્રણ થોયો કહેવી એમ અંગીકાર કર્યું નથી અને કોઈ (ત્રણ) થોયો કહેતા પણ નથી.”
અહીં વાચકોએ વિચારવું જોઈએ કે, જો ઉપર લખ્યા પ્રમાણે શ્રીધનવિજયજી-રાજેન્દ્રસૂરિજીએ પ્રરૂપણા કરી નથી, તો શું અમદાવાદના શેઠોને પૂર્વોક્ત લેખનું સ્વપ્ન આવ્યું હતું? એવું તો નથી જ. પરંતુ જૈનશાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org