________________
૩૦૧
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ બૃહદ્રવૃત્તિમાં નથી.
ઉત્તરાધ્યયન સૂત્રની બૃહદવૃત્તિમાં એવો પાઠ છે કે, સાધુનો વેષ લોકોની પ્રતીતિ માટે છે, જેનાથી લોકો સાધુને ઓળખે અને અનેક પ્રકારના ઉપકરણોની જે કલ્પના છે, તે માટે છે કે, કોઈ વિડંબક આદિ સ્વયંમેવ સાધુ ન બની જાય.
તે ટીકાને વાંચીને સુજ્ઞજનો સ્વયં સમજી જશે કે, શ્રીધનવિજયજીએ અસત્ય લખ્યું છે. અહીં પણ શ્રીસંઘે “ધર્મસંગ્રહની બાબતમાં પૂર્વે જણાવ્યું હતું, તેમ આ ઉત્તરાધ્યયન સૂત્રની બૃહવૃત્તિની ટીકાની પણ પરીક્ષા કરવી જોઈએ.
તથા નિશીથસૂત્રમાં નવીન વસ્ત્રોને ત્રણ અંજલી (રંગીન પાણીથી) રંગ આપવાનું લખ્યું છે. આ સ્થળે પણ તેમણે સ્વકપોલ કલ્પિત અસત્ય જ લખ્યું છે. પરંતુ ચૂર્ણિનો પાઠ લખ્યો નથી.
(૨૬) પૃઇ-૧૮૦ ઉપર શ્રી આત્મારામજીને શ્રી શંત્રુજય તીર્થના વિરોધી ઇત્યાદિ જે લેખ તેમણે લખ્યો છે, તે સર્વે અસત્ય છે. કારણ કે, તે લેખની બાબતમાં “આર્યદિશદર્પણ” નામનું પુસ્તક અમદાવાદના છાપામાં છપાવીને શ્રીસંઘે સર્વસ્થળે પ્રસિદ્ધ કરેલ છે. તે સર્વ સુજ્ઞજનોમાં પ્રસિદ્ધ છે. તેથી હું શ્રી શત્રુંજય તીર્થનો વિરોધી નથી. પરંતુ ભક્તિ કરવાવાળો છું.
-પૃષ્ટ-૧૮૦ ઉપરનો સર્વ લેખ તેજોદ્વેષથી લખાયો છે. પોતાના મતની અસત્ય વાતોને ઢાંકવા માટે બીજા ઉપર મિથ્યા આરોપો મુકવા સિવાય તેમાં બીજું કશું જ નથી. આવી પ્રવૃત્તિ કરનારા બિચારા તે લોકોનું શું થશે?
અને “જૈનશાસ્ત્રના વિરોધી' તરીકે મને લખ્યો, તે પણ મિથ્યા છે. કારણ કે શ્રીપૂજય જિનભદ્રગણિ ક્ષમાક્ષમણજીએ શ્રી સંગ્રહણી સૂત્રમાં “કોડી' શબ્દને માટે આચાર્યોના બે મત લખ્યા છે. એક “કોડી' શબ્દ ૧૦૦ લાખ માટે વપરાય છે અને બીજો “કોડી' કોઈક ગણત્રી વિશેષનું નામ છે.
મેં તો જૈનતજ્વાદમાં ‘કોડી કોઈ ગણત્રી વિશેષ છે માટે લખ્યું છે કે, શ્રીકલ્પભાષ્ય વૃત્તિમાં શ્રી પુંડરિક ગણધરના ગચ્છમાં ઉત્કૃષ્ટા બત્રીસ હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org