________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૯૭ છે. ભગવાનની આજ્ઞાથી પરામુખ બનીને નિશ્ચયનો વ્યવચ્છેદ કરે છે. આથી શ્રીધનવિજયજીની વાત તદ્દન અસત્ય છે. પ્રશ્ન:- શ્રીધનવિજયજીએ નિશ્ચયનો વ્યવચ્છેદ (ઉચ્છેદ) ક્યાં કર્યો છે? ઉત્તરઃ- શ્રીધનવિજયજીએ પૂર્વોક્ત લેખમાં લખ્યું છે કે વ્યવહારમાં સાવ છે.' - આ લેખથી સિદ્ધ થાય છે કે નિશ્ચયમાં સાવદ્ય નથી.
અહીં વાચકોએ વિચારવું જોઈએ કે, જે કાર્ય સાવદ્ય નથી, તેને કરવાનો નિષેધ કરવો તે ભવભીરુ આત્માનું કામ છે ? નહિ. ભવભી આત્મા ક્યારે પણ તેવો નિષેધ ન કરે. તો પછી શ્રીધનવિજયજીએ કેવી રીતે લખ્યું કે પ્રતિક્રમણની આદિમાં ચોથી થોય કરવાની કોઈપણ શાસ્ત્રમાં કહી નથી.'
વળી ચોથી થોયના નિષેધ માટે શ્રીધનવિજયજીએ આ પોથી (ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર) રચી છે, તે માત્ર વિતંડાવાદ છે. સત્યથી વેગળી છે. કારણ કે જેવો લેખ તેમણે લખ્યો છે, તેવો લેખ કોઈપણ જૈનશાસ્ત્રમાં નથી.
(૨૫) શ્રીધનવિજયજી પૃષ્ટ-૧૭૪ ઉપર લખે છે કે, શ્રી આત્મારામજી પાંચ વસ્તુના વિરોધી છે “એક તો જૈનલિંગના વિરોધી, બીજા શ્રી શંત્રુજયપ્રમુખ તીર્થોના વિરોધી, ત્રીજા જૈનશાસ્ત્રોના વિરોધી, ચોથા ચતુર્વિધ શ્રીસંઘના વિરોધી, પાંચમા પૂર્વાચાર્યોની સામાચારીના વિરોધી છે. જૈનલિંગના વિરોધી એવી રીતે થાય છે કે શ્રી વીરશાસનના સાધુઓને શ્રીજૈનશાસ્ત્રમાં માનોપેત જીર્ણપ્રાયઃ સફેદ કપડાં ધારણ કરવા માટે કહ્યું છે, ને પીળાં કપડાં ધારણ કરવાવાળાઓને મહાપ્રભાવિક વાદિવેતાલ સ્થિરાપદ્રગથ્થક મંડન પૂ.આ.શ્રી શાંતિસૂરિજીએ ઉત્તરાધ્યયનની બૃહદ્રવૃતિમાં વિડંબક એટલે વેષ વગોવવાવાળા આદિ શબ્દથી ભાંડચેષ્ટાના કરવાવાળા કહ્યા છે.”
-લેખકનો આ લેખ મહામિથ્યા છે. કારણ કે શ્રીભગવંતના સિદ્ધાંતમાં વસ્ત્રો રંગવાનો એકાંતે નિષેધ નથી. “મૈથુનને છોડીને કોઈપણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org