________________
૨૯૩
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ તરકટ માત્ર જ છે. બિચારા લેખક વિચારી શકતા નથી કે, પૂર્વભવમાં કરેલી આશાતનાઓના કારણે મારી બુદ્ધિનો વિપર્યાસ થઈ ગયો છે.
લેખકશ્રી એવું પણ વિચારી શકતા નથી કે, મારી બુદ્ધિના વિપર્યાસના યોગે હું વર્તમાનકાલીન શ્રીસંઘની નિંદા કરું છું અને અતીતકાળમાં થઈ ગયેલા હજારો આચાર્યો-ઉપાધ્યાયોની નિંદા કરીને દુર્લભબોધી તો નહિ બની જાઉં ને!
(૨૩) પૃષ્ઠ-૧૪૮ ઉપર ૯૬-૯૬ થોયના રચનારા શ્રી બપ્પભદ્રસૂરિજી અને શ્રીશોભનમુનિ માટે શ્રીધનવિજયજીએ જે કલ્પના કરી તે મહામિથ્યા છે. કારણ કે, એવી કલ્પના કોઈપણ જૈનશાસ્ત્રમાં નથી. માત્ર પોતાની માન્યતામાં તે સ્તુતિઓ પ્રતિબંધક બનતી હોવાના કારણે અસત્ય કલ્પના કરી નાંખી છે. ન જાણે એનું ફલ લેખકને શું મળશે?
વળી શ્રીશોભનમુનિ શ્રીજિનેશ્વરસૂરિજીના શિષ્ય હતા. એવો પાઠ આત્મપ્રબોધમાં લખ્યો છે.
तथा च तत्पाठः ॥ तदा शोभनेनोचे भी तात ! अहं दीक्षा ग्रहीष्यामि त्वमनृणी भव चेतसि परमानंदं धारय एतत्सुतवचो निशम्य सर्वधरविप्रो देवलोकं गतस्ततो मृतक्रियां कृत्वा शोभनेन श्रीवर्धमानसूरि शिष्य श्रीजिनेश्वरसूरिगुरुणां पार्श्वे दीक्षां गृहिता ॥
આવો સ્પષ્ટ પાઠ છે. છતાં પણ શ્રીધનવિજયજી લખે છે કે.. “ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ-૧૭૩માં શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય નવાંગીવૃત્તિકારક શ્રી અભયદેવસૂરિના ગુરુભાઈ એ લખવું પણ આત્મારામજીનું એકાંતે સિદ્ધ થતું નથી. પુસ્તકાન્તરનો લેખ છે, પણ પ્રબોધ ચિંતામણી આત્મપ્રબોધાદિક ગ્રંથોમાં શ્રીવર્ધમાનસૂરિની શિષ્ય પરંપરામાં પણ થયેલા શોભનાચાર્ય લખે છે.”
ઇત્યાદિક છલપૂર્વકના લેખ ભવ્યાત્માઓને ભ્રમમાં નાંખવા માટે લખ્યા છે. પરંતુ હું પૂછું છે કે, હે ધનવિજયજી ! તમે લખો છો કે આ લેખ પુસ્તકાન્તરનો છે, તો શું પુસ્તકાન્તરનો પાઠ માનવા યોગ્ય નથી ? જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org