________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૮૩ ખબર હોત તો તમારા ઉપકાર માટે “ચતુર્થસ્તુતિનિર્ણય' ગ્રંથ રચ્યો જ ન હોત.
અલબત્ ! અમારો કરેલો પરિશ્રમ સાર્થક જ છે. કારણ કે, તે ગ્રંથનો આશ્રય કરીને ઘણા ભવ્યજીવો તમારા અસત્ય મતથી બચી ગયા છે.
(૧૮) પૃષ્ઠ-૧૬ ઉપર લખે છે કે... “ત્યારે મહારાજ સાહેબે કહ્યું કે, સં. ૧૯૪૩ની સાલમાં શ્રીથરાદથી અમે રાધનપુર ગયા, ત્યારે શ્રીતપાગચ્છ ખરતરગચ્છના અપક્ષપાતી શ્રાવકો ઘણા કાળથી ત્રણ થોય કરતા આવેલા, તથા શ્રીઆગમિક ગચ્છના શ્રાવક, ધનજી સાજીની તરફના, શ્રીપાયચંદગચ્છના શ્રાવકોએ ત્રણ તથા ચાર થોય બાબતની વાર્તા ચલાવીને કહ્યું કે, તમારા શિષ્ય શ્રીધનવિજયજી આવેલા ત્યારે અહીંના રહેવાસી ગોડીદાસ, પણ ધર્મઠગ ધર્મોપજીવી ગુણે કરી રોડીદાસ નામના શ્રાવકે શ્રી ધનવિજય સાથે ચર્ચા કરતાં ભોઠો પડ્યો.”
-અહીં સુજ્ઞજનોએ વિચાર કરવો જોઈએ કે આ લોકોએ કેટલું મોટું અસત્ય પ્રચારેલ છે. કારણ કે, મેં સં. ૧૯૪૪માં શ્રી રાધનપુર નગરમાં ચાતુર્માસ કર્યું હતું. પરંતુ મેં તપાગચ્છ તથા ખરતરગચ્છના કોઇપણ શ્રાવકને ત્રણ થોય કરતા જોયા નથી. તેથી તે લોકોની વાત અસત્ય છે.
લોકોને ભરમાવીને પોતાના મતને આગળ વધારે છે તથા ઉત્તમ શ્રાવક ગોડીદાસ માટે ધર્મઠગ-ધર્મોપજીવી લખીને પોતાની અજ્ઞાનતા પ્રગટ કરી છે.
આ રીતે “ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર” પોથીની પ્રસ્તાવનાની વાતો અસત્યથી ભરેલી છે, તે સુજ્ઞજનો સમજી શકે છે.
આ રીતે શ્રીધનવિજયજી કૃત ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધારની પ્રસ્તાવનાનું આંશિક ખંડન પૂર્ણ થાય છે.
(“ચતુર્થરસ્તુતિનિર્ણચશકોદ્ધાર' પુસ્તકની અસત્ય વાતોની સમાલોચના)
(૧૯) હવે શ્રીધનવિજયજીએ આ પુસ્તકમાં (“ચતુર્થસ્તુતિનિર્ણય શકોદ્ધાર' પુસ્તકમાં) જે જે પંચાંગીના મૂલસૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org