________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૮૭ કહી નથી.
હવે ભવભીરુ જીવોએ વિચાર કરવો જોઈએ કે આ વાત કેટલી અસત્ય છે ! કારણ કે, શ્રી જયચંદ્રસૂરિજી વિરચિત પ્રતિક્રમણગર્ભહેતુ તથા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી કૃત પ્રતિક્રમણાદિ કેટલાયે શાસ્ત્રોમાં પ્રતિક્રમણમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તે આગળ ઉપર પ્રસંગોપાત્ત લખીશું.
હવે હું શ્રીધનવિજયજીને પ્રશ્ન કરું છે કે... પૂર્વોક્ત પૂ.આચાર્યશ્રીઉપાધ્યાયશ્રી જૈનમતના છે કે નહિ? જો જૈનમતના છે, તો તેઓએ રચેલા ગ્રંથો જૈનમતમાં છે કે જૈનમતથી બહાર છે? જો જૈનમતમાં છે, તો પૂર્વોક્ત તમારા પોતાના લેખનો તમારે ઘણો મોટો દંડ લેવો જોઈએ. નહિંતર મહાપુરુષોની આશાતના કરવાથી દુર્લભબોધીપણું પ્રાપ્ત થશે. આથી હજું પણ મારી હિતશિક્ષારૂપી અમૃતનું પાન કરીને પૂર્વોક્ત વચનોનું પ્રાયશ્ચિત અંગીકાર કરીને શુદ્ધ થાઓ, બાકી તો તમારી જેવી મરજી.
(૨૧) પૃષ્ઠ-૧૪૪માં તથા બીજે પણ ઘણે સ્થળે શ્રીધનવિજયજી લખે છે કે.. “૭૪ ૪લા ધર્મસંગ્રહ (શ્રી) માનવિજયજી ઉપાધ્યાય કૃત છે. એમાં નિશ્રાકૃત-અનિશ્રાકૃત સર્વે ચૈત્યમાં ત્રણ થાયથી દેવવંદન કહ્યું છે તથા જિનગૃહમાં દ્રવ્યપૂજા કરી જઘન્યાદિ ત્રણ થાયથી દેવવંદન કહ્યું છે તથા જિનગૃહમાં દ્રવ્યપૂજા કરી જઘન્યાદિ ત્રણ ભેદે ચૈત્યવંદના કહી છે. તેમાં કલ્પભાષ્ય વ્યવહારભાષ્ય ગાથા આશ્રિત ત્રણ થાયથી તથા પ્રકારાન્તરથી ચાર થાયથી દેવવંદના કહી છે. પણ એકાંતે ચાર થાયથી જ કહી નથી અને સંઘાચાર ભાષ્યની સંમતિથી નવ પ્રકારની ચૈત્યવંદનાનો પાઠ આ ધર્મસંગ્રહના જીર્ણ પુસ્તકમાં લખેલ છે જ નહીં, પરંતુ આત્મારામજી આનંદવિજયજીએ સ્વકપોલ કલ્પિત ચાર થાયથી નવ પ્રકારનું ચૈત્યવંદન સ્થાપવા માટે પોતાના નવા લખાવેલા પુસ્તકોમાં “બંધાવારવૃત્ત ચૈતવાથી વ્યારા નગૃહમામ નવધા વૈત્યવંતના વ્યાક્યાતા” ઇત્યાદિકથી થાવત્ “વેરૂયપારિવાડિમાષ્ફ” અહીં સુધી નવ પ્રકારના મંત્ર સહિત ભવરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org