________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૭૫
મંગાવીને અનેક લહીયાઓ પાસે અમદાવાદ તથા અન્ય શહેરોમાં પુસ્તક લખાવતા હતા. તેમને કાપીને (નક્કી કરેલા ભાવ કરતાં ઓછા ભાવે) રૂપીયા આપતા હતા અને જે લહીયાઓના ખાતે અધિક રૂપીયા ચઢી જતા હતા. તેમની સાથે અનેક પ્રકારનો ક્લેશ કરતા હતા. તથા તે લોકોની જુબાની સાંભળીને ખબર પડી કે લહીયાઓ પાસેથી વ્યાજ પણ લેતા હતા. તો કેટલાય લહીયાઓ અમારી પાસે આવીને કહેતા હતા કે, શ્રીરાજેન્દ્રસૂરિજીએ અમારી સાથે સારું વર્તન કર્યું નથી. કારણ કે, અમારા દ્વારા લખેલ અને ખરીદેલ પુસ્તક જ્યારે લે છે, ત્યારે લખેલી સંખ્યાથી પણ ગણત્રી કરીને હજારો શ્લોકોની સંખ્યા કમ કરી નાંખે છે. ઇત્યાદિ
જયારે પૂર્વોક્ત કામ કરતા હશે, તે વખતે તેમની ડાહી-ડાહી વાતો કયાં ચાલી ગઈ હશે ?
નગરશેઠ પ્રેમાભાઈની તરફથી જે લેખ તમારી આ થોથીરૂપ પોથીમાં લખ્યો છે, તે સર્વે મિથ્યા છે. કારણ કે, નગરશેઠ પ્રેમાભાઈને મુનિ આત્મારામજી આનંદવિજયની સાથે, જેવા પ્રકારનો ધર્મરાગ અને તેમના કથન ઉપરની પ્રતિતી હતી. (વિશ્વાસ હતો), તે સર્વે શ્રીઅમદાવાદનો સંઘ તથા સેઠજીના સાથી લોકો જાણે છે.
વાસ્તવિકતા આ પ્રમાણે હોવાથી સત્ય હકીકતને છૂપાવનાર અને અસત્ય કથન કરનારા લેખકશ્રીને શું ફળ મળશે તે તો જ્ઞાની જાણે !
(૧૪) શ્રીધનવિજયજી પોતાના ગુરુના દૂષણ ઢાંકવા માટે પ્રસ્તાવનાના પૃષ્ટ-૨૬માં શ્રીમોહનલાલજીની નિંદા અને પૃષ્ટ-૨૭ ઉપર શ્રીસૌજીરામની સ્તુતિ લખે છે. પરંતુ શ્રીસૌજીરામ તો ઢુંઢકોને પણ શાતા પૂછવા જતા હતા. દિગંબરોની વચ્ચે દિગંબર શ્રદ્ધાવાળા બની જતા હતાં. શ્રીજિનપ્રતિમાને પુષ્પ તથા ઘરેણાં ચઢાવવાનું ખરાબ માને છે. પ્રાયઃ કરીને ઢુંઢકોની સમાન વેષ રાખે છે. કેટલાયે પુરુષોને જૈનમતની શ્રદ્ધાની ભ્રષ્ટ કરે છે. કેટલાયે શ્રાવકોની તેમણે જિનપ્રતિમાની પૂજા અને સામાયિકપ્રતિક્રમણાદિ સન્ક્રિયાથી શ્રદ્ધા ભ્રષ્ટ કરી દીધી છે અને કેટલાક લોકોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org