________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૬૭
શ્રાદ્ધવિધિ વિનિશ્ચય ગ્રંથમાં લખે છે કે,...
___ “हुंनंदेंद्रियरुद्र ११५९ काल जनितः पक्षोस्तिराकांकितो, वेदा भ्रारुण १२०४ काल औष्ट्रिक भवो विश्वार्क काले १२१४ चलः ॥ षट्व्यर्केषु १२३६ च सार्द्धपूर्णिम इति व्योमेंद्रियार्के पूनर्वषे १२५० त्रिस्तुतिकः कलौ जिनमते जाताः स्वकीयाग्रहात् ॥१॥" ભાવાર્થ – સં. ૧૧૫૯માં “પુનમિયો મત નિકળ્યો. સં. ૧૨૦૪માં ઔષ્ટ્રિક અર્થાત્ ખરતર મત નિકળ્યો. સં. ૧૨૧૪માં “અંચલ' મત નિકળ્યો. સં. ૧૨૩૬માં સાદ્ધપૂર્ણિમ મત, સં. ૧૨૫૦માં ‘ત્રિસ્તુતિક = ત્રણ થાય માનવાવાળો મત નિકળ્યો. આ સર્વે મતો કલિયુગમાં સ્વાગ્રહાત = પોતાના મિથ્યા આગ્રહથી નિકળ્યા છે. પરંતુ જૈનસિદ્ધાંતને સંમત નથી. (૧)
(૧૦) હવે ભવ્યાતમાઓએ વિચારવું જોઈએ કે. જો ત્રણ થોયનો મત પૂર્વધરોને સંમત હોત, તો શ્રીતપાગચ્છ ભટ્ટારક શ્રીમુનિસુંદરસૂરિજીના શિષ્યરત્ન આવું કેવી રીતે લખે . “૧૨૫oમાં ત્રણ થાય માનનારાઓનો મત સ્વાગ્રહથી = મિથ્યા આગ્રહથી કલિયુગમાં નિકળ્યો છે.”
જો કોઈ એમ કહે કે, અમને આ લેખ પ્રમાણ (માન્ય) નથી. તો તેમને કહેવું છે કે, જે ગચ્છના આચાર્યોને તમે તમારી ગુરુ પરંપરામાં માન્યા છે, તેમના જ લેખો જો તમને માન્ય ન હોય, તો તેનાથી અધિક મિથ્યાભાષણ - કદાગ્રહ પ્રચુરતા બીજી શું હોઈ શકે? (વાચકો આ સ્વયં વિચારી શકે છે.)
વળી જો તમે પોતાની જ માનેલી ગુરુ પરંપરાના વૃદ્ધપુરુષોને અસત્ય લેખ લખનારા માનો છો, તો તમે તો અવશ્ય મિથ્યામતિ ઠરશો.
જો તમે પોતાના જ ગુરુઓની પરંપરાની સામાચારી માનતા નથી, તો શું ચમાર લોકોની પરંપરા માનો છો?
વળી.. જેના ગચ્છમાં સાધુ બનીને વ્યવચ્છેદ થયેલા ત્રણ થાયના મિથ્યામતનો પુનઃ ઉદ્ધાર કર્યો, પૂર્વાચાર્યોના લેખ અમાન્ય કર્યા અને જેમના નામથી તમને ટુકડો મળે છે, તેમની જ નિંદા, તેમના જ વચનોનો અનાદર કરવાથી તમે લોકો એવા નિર્વિવેકી સિદ્ધ થાઓ છો કે, જેમ કોઈ મુર્ખ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org