________________
૨૬૯
છે
કે
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨ વૃક્ષની શાખા ઉપર બેઠો હોય, તે જ શાખાનું છેદન કરે છે, તેવું જ તમારું વર્તન છે.
વળી, આ મારા પ્રથમ લેખથી (પુસ્તકથી) મિથ્યાત્વ મોહનીયના ઉદયથી તેમને મતિ વ્યામોહ થયો અને તેના યોગે મહામૃષાવાદના પ્રતિક સમાન પોથી લખવામાં પરિશ્રમ કર્યો છે.
તેનાથી તમે માત્ર મહામોહનીય કર્મનું ઉપાર્જન જ કર્યું છે અને આ લેખથી તમે જ ઘણી મોટી થોથીરૂપ પોથીમાં (ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધારમાં) ત્રણ થોયના મતની સ્થાપના અને ચોથી થોયના નિષેધ માટે પ્રયત્ન કર્યો છે, તે સર્વે પણ તમારી થોથીરૂપ પોથીના લેખ અંધકારના વાદળોની જેમ ઉડી ગયા છે. કારણ કે, તપાગચ્છભટ્ટારક શ્રીમુનિસુંદરસૂરિજીના શિષ્ય શ્રીવિબુધહર્ષવિજયજી શ્રાદ્ધવિધિ વિનિશ્ચય ગ્રંથમાં લખે છે કે, ત્રણ થાય માનવાવાળો મિથ્યામત સં. ૧૨૫૦માં ઉત્પન્ન થયો છે.
આ “શ્રાદ્ધવિધિ વિનિશ્ચિય' પ્રાચીન ગ્રંથ મારી પાસે છે તથા મુનિ શ્રીવૃદ્ધિચંદ્રજીની પાસે પણ છે. અન્ય સ્થળે પણ હશે જ તથા (આ ગ્રંથનું) પૂર્વોક્ત કાવ્ય અન્ય પુસ્તકોમાં પણ છે.
હે ! રાજેન્દ્રસૂરિજી-ધનવિજયજી ! તમે શા માટે આ મિથ્યામતનો ઉદ્ધાર કરો છો? હજું પણ આ મિથ્યામતની પ્રરૂપણાનું પ્રાયશ્ચિત્ત લઈ લો અને કોઈ સંવેગી સાધુની પાસે ઉપસંપદા લઈ લો. જેનાથી તમારું કલ્યાણ થાય.
(૧૧) (ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર ગ્રંથની પ્રસ્તાવનામાં) પૃષ્ટ-૩ તથા પૃષ્ટ-૫૪ ઉપર લખ્યું છે કે.. “શ્રીરત્નવિજયજીને અભિગ્રહ પૂરો થયો, પછી ક્રિયાનો ઉદ્ધાર કર્યો અને શ્રી વિજયધરણેન્દ્રસૂરિજીએ તેમને સૂરિપદની આજ્ઞા આપી ઇત્યાદિ.”
શ્રીધનવિજયજીનું આ ગમ્યું તો કોઈ મિથ્યામતિ જ માને! કારણ કે, (તે જ પ્રસ્તાવનામાં) પૃ. ૫૩ ઉપર લખ્યું છે કે... શ્રી પ્રમોદવિજયજીએ તેમને સૂરિપદવી આપી. પ્રથમ તો શ્રી પ્રમોદવિજયજી અસંયતી-અવ્રતી-પકાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org