________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧ ૨૭
એમ જણાવે છે.
આ કાયોત્સર્ગપ્રવર્તક “વેયાવચ્ચગરાણ ઇત્યાદિ સૂત્ર અન્યથા મનોવાંછિત સિદ્ધયાદિમાં પ્રવર્તક થતા નથી.
લલિતવિસ્તરામાં કહ્યું છે કે.. જો કે જેમનો કાયોત્સર્ગ કરીએ છીએ, તે કાયોત્સર્ગ કરનારને જાણતા નથી. તો પણ તેને કરવાથી શુભસિદ્ધિ થાય છે. આ કથનમાં ‘વૈયાવૃત્યકરાણું આ સૂત્ર જ્ઞાપક પ્રમાણભૂત છે. (૪૦) નોંધ:- હવે બુદ્ધિમાન પુરુષોએ વિચારવું જોઈએ કે સંઘાચાર વૃત્તિના આ પૂર્વોક્ત બંને લેખોથી સમ્યક્દષ્ટિ દેવતાનો કાયોત્સર્ગ કરવો અને તેમની થોય કહેવી, આ બંને વાતોમાં કોઇપણ જૈનધને શંકા રહી શકે કે સમ્યફદષ્ટિ દેવતાનો કાયોત્સર્ગ કરવાનો જૈનમતના શાસ્ત્રોમાં કહ્યો છે કે નહિ? ન જ રહે !)
પૂર્વોક્ત બંને પાઠોથી સિદ્ધ થાય છે કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ સમ્યગ્દષ્ટિ દેવતાનો કાયોત્સર્ગ અવશ્યમેવ કરવો જોઈએ.
શ્રીરત્નવિજયજી જે ભોળા લોકોને કહેતા ફરે છે કે આ પાઠોથી અમારો મત સિદ્ધ થાય છે. આવા પ્રકારનો કપટ-છલ કરીને ભોળા લોકોને કુપથમાં પાડે છે. તે શું સમ્યગૃષ્ટિ, સંયમી, સત્યવાદી, ભવભીરુ અશઠ પુરુષોનું લક્ષણ છે? વાણીયા બિચારા કંઈ ભણ્યા તો નથી, તેથી તેમને શું ખબર છે કે તેઓ અમારી સાથે શઠતા કરે છે કે નહિ ! આ વાત કોઈ વાણીયાઓ સમજતા નથી.
પરંતુ શ્રીરત્નવિજયજીએ સાધુનામ ધરાવીને આવા આવા છલકપટના કામ કરવા ઉચિત નથી. અમારી તો આ પરમમિત્રતાથી હિતશિક્ષા છે. માનવું, ન માનવું એ શ્રીરત્નવિજયજીને આધીન છે.
તથા શ્રીરત્નવિજયજીને આ સંઘાચારવૃત્તિનો તાત્પર્યાર્થ પણ સમજાયો લાગતો નથી. નહીંતર મતની હાનિકારક ચિઠ્ઠીએ પુસ્તકમાં કેમ લગાવે ?
..............
, ,
,
, , , , , , ,
, ,
, , ,
, ,
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org