________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
પલાંઠી ઉપર પૂર્વલિખિત લેખને નાશ કરીને પોતાના નામનો લેખ લખાવ્યો છે. (૨) તેમના ઉપાશ્રયમાં દીપક બળે છે અને ઉપાશ્રયના અગ્રાદિ ભાગમાં ઠંડક માટે તેમના શ્રાવકો કાચા પાણીનો છંટકાવ કરાવે છે અને એક શ્રી જયવિજય નામના તેમના શિષ્ય તેમની કોઈક અસમંજસ પ્રવૃત્તિને જોઈને તેમને છોડીને અમદાવાદની વિદ્યાશાળામાં આવી રહ્યાં હતા. તેમણે છોટાલાલ આદિ કેટલાક શ્રાવકોની આગળ તેઓના ક્રિયા કરતૂત ઘણા જાહે૨ કર્યા હતા. અમને પણ તેમણે એની હાનિકારક કેટલીક વાતો સંભળાવી ત્યારે મેં આ પૂર્વોક્ત કથન સાંભળીને મનમાં વિચાર કર્યો કે, પૂર્વોક્ત વચન સત્ય હોય કે અસત્ય હોય ! અમારે એની સાથે કોઈ પ્રયોજન નથી. પરંતુ તેમણે દીપકના પ્રકાશમાં સાધુ રાત્રિમાં પુસ્તક વાંચે, આવી પ્રરૂપણા કરી છે કે નહિ ! તેનો નિશ્ચય કરવો જોઈએ.
તે ગાળામાં મારા શિષ્ય શ્રીપ્રમોદવિજયજી સ્થંડિલભૂમિ ગયા હતા. સાબરમતી નદીના રેતીના પટમાં શ્રીરાજેન્દ્રસૂરિજી મળ્યાં. તેમને પૂછ્યું કે, તમે પૂર્વોક્ત દીપકની પ્રરૂપણા કરી છે ? ત્યારે તેમણે કહ્યું કે, હા કરી છે. ત્યારે શ્રી પ્રમોદવિજયજીએ પૂછ્યું કે, તે તમારું કથન કયા શાસ્ત્રાનુસારે છે ? ત્યારે શ્રી રાજેન્દ્રસૂરિજી એ કહ્યું કે, પૂર્વોક્ત દીપકનો અધિકાર નવપદ પ્રકરણમાં છે. ત્યારે શ્રીપ્રમોદવિજયજીએ આવીને મને કહ્યું કે, શ્રીરાજેન્દ્રસૂરિજીએ દીપકની પ્રરૂપણા કરી છે અને આધાર તરીકે નવપદ પ્રકરણ બતાવે છે. તે વખતે મેં વિચાર્યું કે, શ્રીરાજેન્દ્રસૂરિજીએ એવું વિચારી જવાબ આપ્યો હશે કે, આ સાધુ ઉત્તરદેશથી આવ્યા છે. તેથી તેઓએ નવપદ પ્રકરણ જોયું નહિ હોય. આથી ગપ્પુ જ મારો, જો માની જશે તો હું સાચો બની જઈશ. ત્યારે મેં શ્રીપ્રમોદવિજયને નવપદ પ્રકરણ પુસ્તક આપ્યું. શ્રી પ્રમોદવિજયજી અને શ્રીશાંતિવિજયજી બંને પુસ્તક લઈને પાંજરાપોળના ઉપાશ્રયમાં શ્રીરાજેન્દ્રસૂરિજીની પાસે ગયા અને પૂર્વોક્ત દીપકની પ્રરૂપણા નવપદ પ્રકરણમાં ક્યાં છે, તે બતાવવા માટે જણાવ્યું. ત્યારે
Jain Education International
૨૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org