________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
પહેરતા હતા અને દેવસિ પ્રતિક્રમણના પ્રારંભમાં તથા રાઈ પ્રતિક્રમણના અંતમાં ચાર થોયની ચૈત્યવંદના કરતા હતા તથા સર્વ શ્રીતપાગચ્છના શ્રાવકો ઇરિયાવહિ પડિક્કમીને પછી જ સામાયિક દંડકનો ઉચ્ચાર કરતા હતા. શ્રાદ્ધવિધિ આદિ શાસ્ત્રોમાં તપાગચ્છની સામાચારી પ્રમાણે આ જ રીતે ચૈત્યવંદન-સામાયિક કરવાની વિધિ લખી છે.
આ સત્ય હકીકત હોવા છતાં પણ પોથીને લખનારા, શ્રીધનવિજયજીએ પોથીના કેટલાયે પૃષ્ઠો ઉપર લખે છે કે, આત્મારામજીએ પીતાંબર ધારણ કર્યા, ચોથી થોયની સ્થાપના કરી, ‘ઇરિયાવહિયા’ની પાછળ ‘કરેમિભંતે’ની સ્થાપના કરી.
સુજ્ઞજનો વિચારે કે, પીતવસ્ત્રો તો શ્રીયશોવિજયજી મહારાજાએ તથા ગણિવર્ય શ્રીસત્યવિજયજી મહારાજાએ કોઈક કારણથી કર્યા છે. તે જ રીતે આજકાલ તપાગચ્છના સાધુઓમાં ચાલે છે.
(૬) ઉપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર્યજીએ શ્રીસીમંધર સ્વામિજીની સ્વાધ્યાયની ૧૭મી ઢાળની ૧૦મી ગાથામાં આ પ્રમાણે લખ્યું છે અને તેનો ટબો શ્રી પદ્મવિજયજી ગણિવર્યે રચ્યો છે. તે નીચે પ્રમાણે છે.
“તાસ પાટે વિજયદેવસૂરિસરુ II
પાટ તસ ગુરુ વિજયસિંહ ધોરી
જાસ હિત શીખવી માર્ગ એ અનુસર્યો ॥
જેહથી સવિ ટળી કુમતિ ચોરી ।। આજO ।।૧।।
વળી તેમની પાટે શ્રીવિજયદેવસૂરિજી થયાં તથા તેમની પાટે શ્રી વિજયસિંહસૂરિજી, તે ગચ્છનો ભાર વહન કરવામાં વૃષભ સમાન ધોરી હતા. જેમની હિત-શીખની આજ્ઞા પામીને મેં આ સંવેગ માર્ગ આદર્યો. આથી સિદ્ધ થાય છે કે, ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ પણ એમની આજ્ઞા પામીને ક્રિયોદ્ધાર કર્યો.
૨૫૭
શ્રીવિજયસિંહસૂરિજીના શિષ્યો અનેક હતાં. તેમાં સત્તર શિષ્યો સરસ્વતી બિરૂદધારી હતા. તેમાં સૌથી મોટા શિષ્ય પંડિત શ્રીસત્યવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org