________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨ પપ
આવશ્યકતા નથી. કારણ કે, તે પોથીને વાંચવાથી જ બુદ્ધિમાન પુરુષો જાણી લેશે કે, અકલના શહેનશાહે (!) આ પોથી રચી છે. આ કારણથી અમે આ પોથીનો ઉત્તર લખતા નથી.
હવે ભાવનગરની શ્રીજૈનધર્મપ્રસારક સભાની પ્રેરણાથી અને ઘણા ક્ષેત્રોના શ્રાવક અને સાધુઓની પ્રેરણાથી તે પોથીના કર્તાના મિથ્યાભાષણરૂપ કરતૂતો આ પુસ્તકથી જ પ્રગટ કરીને લખીએ છીએ.
શ્રીધનવિજયજી કૃત “ચતુર્થસ્તુતિનિર્ણય શેફોદ્ધાર' પુસ્તકની પ્રસ્તાવનાનો જવાબ
(૫) શ્રીધનવિજયજીએ આ “ચતુર્થસ્તુતિનિર્ણય શંકોદ્ધાર પુસ્તક અભિમાન, ક્રોધ, રાગ, દ્વેષ, ઉસૂત્રભાષણ, અન્યાયનો આશરો લઈને લખ્યું છે અને અજ્ઞાન લોકોને ભ્રમરૂપી અંધજાળમાં પાડવા માટે અગડમ સગડમ (એલફેલ) અંડબંડ (જેવું તેવું) સ્વકપોલ કલ્પિત જૂઠ લખીને એક મોટી પોથી પરમાર્થથી થોથી લખીને છપાવી છે. આ પોથી એવી છે કે, જેમ “ઉંચી દુકાન ફીકા પકવાન” અર્થાત્ દેખાવમાં મોટી, ગપ્પા અને જૂઠ લખવામાં મોટી અને જિનમાર્ગમાં ખોટી. આ પુસ્તકમાં શ્રીધનવિજયજીએ પોતાના અંદરના અજ્ઞાન અને જૂઠ લખવામાં ઘણો મોટો પરિશ્રમ કર્યો છે. પ્રશ્ન- શ્રીધનવિજયજીએ એ પોથીમાં અજ્ઞાન અને મૃષાભાષણ શું લખ્યું છે, તે પ્રગટ કરીને બતાવો? જવાબ- હે ભવ્ય ! આ પોથીમાં શ્રીધનવિજયજીએ જેટલું અસત્ય લખ્યું છે તે સર્વે લખું, એટલો મને અવકાશ નથી. તો પણ તમારી જાણકારી માટે થોડું લખી બતાવું છું.
શ્રી અમદાવાદ અને અન્ય શહેરોના સર્વ શ્રીસંઘ જાણે છે કે, શ્રી આત્મારામજી આદિ ૧૪ સાધુઓએ અમદાવાદમાં માંડલી યોગ્ય તપક્રિયાનું વહન કરીને શ્રીબુદ્ધિવિજયજી મહારાજના નામની દીક્ષા લીધી હતી. તે સમયે તપાગચ્છના જેટલા ત્યાગી સાધુ હતા, તે સર્વે સાધુઓ પીળા વસ્ત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org