________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૫૩ કરી. એટલામાં તેમણે (શ્રી રાજેન્દ્રસૂરિજીએ) દેશાવરો (અન્ય દેશો) માંથી જુદી જુદી ચિઠ્ઠીઓ લખાવીને મોકલાવી. તેમાં લખાવ્યું કે, સભામાં ચર્ચા થઈ. તેમાં શ્રી આત્મારામજી હારી ગયા અને રાજેન્દ્રસૂરિજી જીતી ગયા. તથા અમદાવાદમાં ઘણા શ્રાવકો ત્રણ થોયનો મત માનવા લાગ્યા છે.
આ સમાચાર સાંભળીને સમસ્ત શ્રીસંઘ પ્રેમાભાઈના વંડામાં ભેગો થયો.
(૪) આ પૂર્વે ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ માં તમામ હકીકતો લખી છે. મેં જે ચતુર્થસ્તુતિનિર્ણય ગ્રંથ રચેલો, તે ભવ્ય જીવો, શ્રી રાજેન્દ્રસૂરિજી અને શ્રીધનવિજયજીના ઉપકાર માટે રચ્યો હતો. પરંતુ તેમને (શ્રી રાજેન્દ્રસૂરિજી અને શ્રીધનવિજયજીને) તો હાનિકારક થયો. મેઘની વૃષ્ટિથી સર્વ વનસ્પતિઓ વિકસિત થાય છે, માત્ર એક જવાસા જ સૂકાઈ જાય છે. આ દૂષણ મેઘનું નથી, પરંતુ “જવાસા'ની પ્રકૃતિ જ તેવા પ્રકારની છે.
સં. ૧૯૪૭માં મારું ચાતુર્માસ પંજાબ દેશના મલેરકોટલે નગરમાં હતું. ત્યારે શ્રીધનવિજયજીની રચનાની પોથી (ગ્રંથનું નામ “ચતુર્થસ્તુતિનિર્ણય શંકોદ્ધાર છે, તે પોથી) કોઈક શ્રાવકે મોકલી.
જ્યારે મેં તે પુસ્તક વાંચ્યું ત્યારે મનમાં થયું કે, કર્મ જીવોને કેવા કેવા નાચ નચાવે છે. આ બિચારાઓની કેવી દુર્દશા થઈ રહી છે!
તે પોથીના લેખથી વિચાર આવ્યો કે, તેમના મનમાં ક્રોધ, માન, છલ, કપટ, દંભ, ઈર્ષ્યા, અસત્ય, ઉસૂત્ર ભાષણ, નિર્વિવકતાદિ કેટલા નાટકો કર્મોએ રચ્યાં છે? કર્મો દ્વારા મનમાં પેદા થયેલા નાટકો (વિચારો)એ પોતાના આત્માના ઘણા ગુણોની હાની કરી છે. તેઓએ મનુષ્ય જન્મ પામીને આવા કામો કરવા ઉચિત માન્યા છે, ઇત્યાદિ વિચાર કરીને મેં તે ગ્રંથની ઉપેક્ષા કરી.
એ અરસામાં મુંબઈથી શ્રાવક મગનલાલ દલપતરામની પત્રિકા આવી. તેમાં લખ્યું હતું કે, આ પોથીમાં (ચતુર્થસ્તુતિનિર્ણય શંકોદ્ધાર પુસ્તકમાં) નિંદા, ઈર્ષા, જુઠાદિ ઘણું લખ્યું છે. તેથી તેનો ઉત્તર લખવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org