________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૫૯ ગણિ હતા. તેમણે શ્રીપૂજ્યની આજ્ઞા પામીને ક્રિયોદ્ધાર કર્યો, તે માટે એમ કહ્યું કે “જે માર્ગ એ અનુસરયો કે.”- એ સંવેગ માર્ગ આદર્યો. જે આદરવાથી તીર્થંકર અદત્ત, ગુરુ અદત્ત ઇત્યાદિ કુમતિ કદાગ્રહરૂપ ચોરી ટળી ગઈ. આ શ્રી આચાર્યોની પરંપરા કહી. ૧૦ના”
અમારા વૃદ્ધગુરુઓની એ શ્રદ્ધા નહોતી કે, રંગીન વસ્ત્રો જ સાધુને કહ્યું છે. કોઈક કારણથી વસ્ત્રો રંગ્યા છે. તે કારણિક વસ્ત્ર કોઈક પુરુષ દૂર કરશે.
આથી પૂર્વોક્ત ત્રણ વસ્તુઓને માટે શ્રીધનવિજયજીએ માત્ર આત્મારામ આનંદવિજયની જ નિંદા નથી લખી ! પરંતુ તપાગચ્છના સર્વ આચાર્યોની, સાધુઓની તથા શ્રાવકોની નિંદા લખી છે.
(૭) ખરતરગચ્છમાં પણ ચાર થાયથી પ્રતિક્રમણની આદંતમાં ચૈત્યવંદના કરે છે અને તે મતના ત્યાગી સાધુ પણ કાથાથી રંગેલા કપડા રાખે છે. તેથી શ્રીધનવિજયજીએ ખરતરગચ્છના સર્વ આચાર્ય- સાધુઓની નિંદક, ઉસૂત્રભાષી, કુંલિગી આદિ શબ્દોથી ખૂબ નિંદા કરી છે. પરંતુ મનમાં વિચારી શકતા નથી કે, મારા અનાચારસેવી ગૃહસ્થતુલ્ય ગુરુએ સં. ૧૯૨૫માં સ્વયમેવ ત્યાગી વ્રતી ગુરુ વિના અનંત તીર્થકરોની આજ્ઞાનો ભંગ કરીને ક્રિયોદ્ધાર કર્યો છે. તે પહેલાં વીર પ્રભુના શાસનમાં કોઈ સાધુ નહોતા ! કારણ કે, આ કુમતિઓનો પંથ તો પહેલાં તપાગચ્છમાં નહોતો. તેથી તેમણે ક્રિયોદ્ધાર કર્યો નથી, પરંતુ મિથ્યામતનો ઉદ્ધાર કર્યો છે.
જો તેઓ તપાગચ્છના શ્રીદેવેન્દ્રસૂરિજી પ્રમુખ અનેક આચાર્યોને ઉસૂત્રભાષી, નિદ્વવ લખી શકે, તો બિચારા આત્મારામ માટે મિથ્યામતિ આદિ નિંદા લખે, તેમાં લજ્જા, ભય, વિવેક કેવી રીતે હોય?
તથા શ્રી રવિસાગરજી, શ્રીનેમસાગરજીને પણ તે કુલિંગી, ઉસૂત્રભાષી, નિહ્નવ લખે છે. કેમ કે, શ્રીમસાગરજી, શ્રીરવિસાગરજી આદિ સર્વ સાધુ કાથાથી રંગેલા વસ્ત્ર, ચાર થોય, ઇર્યાપથિકી પ્રતિક્રમણ પૂર્વક શ્રાવકોની સામાયિક વગેરે શ્રી આત્મારામ આનંદવિજયજીની જેમ જ કરે છે અને માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org