________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
(૭૦) તેમાં પ્રથમ અમે આવશ્યકસૂત્રની નિર્યુક્તિ, ચૂર્ણિ અને ટીકાના પ્રમાણ આપીએ છીએ.
चाम्पासि य वरिसे, उस्सग्गो खित्तदेवयाए य । पक्खिय सिज्ज सूराए, करेंति चउमासिए वेगे ॥ १ ॥ अस्य व्याख्या ॥ चाउ. || क्षेत्रदेवतोत्सर्गं कुर्वंति ॥ पाक्षिके शय्यासुर्याः ॥ केचिच्चातुर्मासिके शय्यादेवताया अप्युत्सर्गं कुर्वंति ॥
ભાવાર્થ :- કેટલાક આચાર્ય ચાતુર્માસી અને સાંવત્સરિકમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરે છે. અને પાક્ષિકમાં ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે અને કેટલાક ચાતુર્માસીમાં ભવનદેવતાનો કાયોત્સર્ગ કરે છે. II કૃતિ થાર્થ: ।
આ પાઠથી ભવનદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. જો શ્રીરત્નવિજયજી, ધનવિજયજી કહેતા હોય કે આ તો અમે માનીએ છીએ, પરંતુ નિત્ય પ્રતિદિન શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો માનતા નથી.
ઉત્તર ઃ- પંચવસ્તુ શાસ્ત્રમાં શ્રીહરિભદ્રસૂરિજીએ શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો તે પાઠ અમે ઉપર લખેલ છે. તો પછી તમે કેમ માનતા નથી ?
જો પ્રતિદિન શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાથી મિથ્યાત્વ કે પાપ લાગતું હોય,તો પક્ષી, ચાતુર્માસી અને સાંવત્સરીરૂપ મહાપર્વોના દિનોમાં પૂર્વોક્ત કાયોત્સર્ગ કરવાથી પણ મહામિથ્યાત્વ અને મહાપાપ તમને લાગવું જોઈએ ! તો તમે વિચારો કે અન્યદિનોમાં જે પાપ ન કરે, તે જ પુરુષ નિરવઘ મહાપર્વોના દિવસોમાં અવશ્યમેવ પાપકર્મ કરે, ત્યારે તેને મિથ્યાર્દષ્ટિ, મહા અધમ અજ્ઞાની કહેવો જોઈએ. આટલું તો તમે પણ જાણતા જ હશો ! આ વાતને જો તમે તાદશ વિચારપૂર્વક ખ્યાલમાં રાખશો. તો પ્રતિદિન શ્રુતદેવતા, ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગનો નિષેધ કરવો ખૂબ અયોગ્ય છે, એવું સ્વયં પોતાને સમજમાં આવી જશે. અમારે
Jain Education International
૨૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org