________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૨૩૧ બીજનું મૂળ સુભૂમિ છે. તેવી રીતે સર્વધર્મોનું મૂળ સમાધિ છે તેના વિના જે અનુષ્ઠાનો છે, તે સર્વે અજ્ઞાન કષ્ટરૂપ છે. તેથી પૂર્વોક્ત દેવતાઓ પાસેથી સમાધિ માગે છે. તે સમાધિ તો મનની સ્વસ્થતાથી થાય છે. મનની સ્વસ્થતા ત્યારે હોય કે જયારે શારીરિક અને માનસિક દુઃખ ન હોય. તથા ભૂખ, ખાંસી, શ્વાસ, રોગ, શોક,ઈર્ષા, વિષાદ, પ્રિયવિપ્રયોગ શોક વગેરે ન હોય આથી પરમાર્થથી સમાધિની પ્રાર્થના દ્વારા તે પૂર્વોક્ત ઉપદ્રવોના નિરોધની પ્રાર્થના કરાય છે.
“નનુ વિતર્કમાં છે તે આચાર્ય ! સમ્યદૃષ્ટિ દેવતાઓની આ રીતે પ્રાર્થના કરવાથી તે દેવ તે સમાધિ અને બોધિ આપવામાં સમર્થ છે? કે નહિ? જો સમર્થ નથી તો તેની પ્રાર્થના કરવી નિરર્થક છે અને જો સમર્થ છે, તો દુર્ભવ્ય, અભવ્ય જીવોને પણ સમાધિ બોધિ કેમ આપતા નથી.
જો તમે કહેશો કે યોગ્ય જીવોને જ આપવા માટે સમર્થ છે. પરંતુ અયોગ્ય જીવોને આપવા માટે સમર્થ નથી, તો પછી યોગ્યતા જ પ્રમાણ થાય છે. બકરીના ગળાના નિરર્થક સ્તન સમાન તે દેવતાઓની શા માટે પ્રાર્થના કરવી જોઈએ?
હવે આચાર્યો તેનો જવાબ આપે છે હે ભવ્ય ! તારી વાત સત્ય છે. પરંતુ અમે જૈનમતિ છીએ. જૈનમત સ્યાદ્વાદ પ્રધાન છે. સામગ્રી વૈ શનિવતિ વવનાત્ ! ત્યાં ઘટનિષ્પત્તિમાં માટીની યોગ્યતા હોવા છતાં પણ કુલંકાર, ચીવર, દોરા દંડાદિ પણ ત્યાં કારણ છે. એવી રીતે અહીં પણ જીવની યોગ્યતા હોવા છતાં પણ પૂર્વોક્ત દેવતા તે તે પ્રકારના વિદ્ગોનો નાશ કરવાથી સમાધિ-બોધિ આપવામાં નિમિત્તકારણ બને છે. તેથી તેમની પ્રાર્થના ફલવતી છે. રૂતિ થાર્થ: II૪ળા.
(૭૭) ઉપર જણાવેલ આવશ્યક સૂત્રની મૂલગાથામાં અને તેની ચૂર્ણિમાં પ્રગટપણે સમાધિ અને બોધિની પ્રાપ્તિ માટે સમ્યદૃષ્ટિ દેવતાઓની પ્રાર્થના કરવાની કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org