________________
૨૩૯
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
કાયોત્સર્ગ કરે છે. આ કથન આવશ્યકચૂર્ણિમાં છે. આગમમાં આવશ્યકચૂર્ણિમાં શ્રુતદેવતાની વિનય ભક્તિ કરવાની કહી છે. તે પાઠ ઉપર લખ્યો છે. જે શ્રુતદેવી દૃષ્ટિ આપવા માત્રથી ભગવંતની આજ્ઞામાં રત પુરુષોને નર-સુરની ઋદ્ધિ આપે છે. આ કથન આરાધના પતાકા ગ્રંથમાં છે. શ્રુતદેવી અમને જ્ઞાનને આપનારી બને' - આવું કથન ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ્રવૃત્તિમાં છે. “જિનવરેન્દ્ર શ્રીમહાવીર પરમાત્મા, શ્રુતદેવતા અને ગુરુઓને નમસ્કાર કરીને આવશ્યકસૂત્રની વૃત્તિ રચું છું. || તિ हारिभाद्रीयावश्यकवृत्तौ ।। “જે મૃતદેવીના અતુલ્ય અનુગ્રહ પ્રાપ્ત કરીને જે ભવ્યજીવ અનુયોગોનો જાણકાર બને છે, તે શ્રુતદેવીને હું નમસ્કાર કરું છું.” આ કથન શ્રીઅનુયોગ દ્વાર સૂત્રની વૃત્તિમાં છે. શ્રીનિશીથચૂર્ણિના સોળમાં ઉદ્દેશામાં ભાષચૂર્ણિમાં સાધુઓને વનદેવતાઓનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. તે પાઠ નીચે પ્રમાણે છે.
"ताहे भागममुणंता वालवुटुं गच्छस्स रक्खणठाए वणदेवताए काउस्सग्गं करेंति ॥ इत्यादि"
શ્રીહરિભદ્રસૂરિજીએ મૃતદેવતાની ચોથી થાય રચી છે. “નમૂનાસ્તોતધૂતી ઇત્યાદિ, આ થોય જૈનમતમાં પ્રસિદ્ધ છે.
(૮૦) ગ્વાલિયરના શ્રીઆમરાજાના પ્રતિબોધક શ્રીબપ્પભટ્ટસૂરિજી મહાપ્રભાવક થઈ ગયા. તેમનો જન્મ વિ.સં.૮૦૨માં થયો હતો. તેઓશ્રીને એક એક તીર્થકારના નામથી અને સંબંધથી પ્રથમ થોય, બીજી હોય સર્વતીર્થકરોની, ત્રીજી થાય શ્રુતજ્ઞાનની અને ચોથી થાય શ્રુતદેવી, વિદ્યાદેવી આદિની થોય આ રીતે ૨૪x૪=૯૬ થોયો રચી છે.
તેમાં શ્રી ઋષભદેવના સંબંધથી શ્રીવાÈવતાની થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org