________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૨૨૯
છે. ઇત્યાદિ શબ્દાર્થ છે આ મંગલ અરિહંતાદિ વિષયભેદથી પાંચ પ્રકારના છે, તે બતાવે છે.
એક અરિહંત,. બીજા સિદ્ધ, ત્રીજા સાધુ, ચોથા શ્રત અને પાંચમો છે, તેમાં સર્વજીવોના શત્રુભૂત જે આઠ પ્રકારના કર્મો છે, ધર્મ તેનો જેમને નાશ કર્યો છે તે અરિહંત જાણવા. જેઓએ કર્મબંધન બાળી નાંખ્યા છે તે સિદ્ધ જાણવા જેઓ જ્ઞાનાદિ યોગ દ્વારા નિર્વાણને સાધે છે તે સાધુ જાણવા. જે સાંભળીયે તે શ્રુત કહેવાય. તે શ્રુત અંગ-ઉપાંગ આદિ વિવિધ પ્રકારના આગમ જાણવા. જે દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરે તે ધર્મ કહેવાય છે.
અહીં ચ શબ્દ સમુચ્ચયાર્થક છે. અન્યત્ર ચાર જ મંગલ કહ્યા છે. અહીં અનુષ્ઠાનરૂપ ધર્મનો પ્રારંભ થતો હોવાથી તે ધર્મને પાંચમું અનુષ્ઠાન (મંગલ) કહેવામાં દોષ નથી.
સમ્ય-અવિપરીત દૃષ્ટિ જે તત્ત્વાર્થશ્રદ્ધારૂપ છે, તેવી સમ્યગૃષ્ટિ જેઓને હોય છે, તે સમ્યગદષ્ટિ દેવતા યક્ષ, અંબા, બ્રહ્મશાંતિ, શાસનદેવતાદિક જાણવા. તે દેવતાઓ શું કરે છે, તે કહે છે
સમ્યગ્દષ્ટિ દેવતાઓ શું આપે છે? સમ્યગૃષ્ટિ દેવતાઓ સમાધિ અને બોધી આપે છે.
સમાધિ બે પ્રકારની છે. દ્રવ્યસમાધિ અને ભાવસમાધિ.
તેમાં જે દ્રવ્યોને પરસ્પર અવિરોધપણું છે તે દ્રવ્યસમાધિ છે. જેમકે દહીં અને ગોળ, સાકર અને દૂધ નૈહવંતભાઇ અને મિત્ર, મલોત્સર્ગ કરીને પેશાબ કરવો ઇત્યાદિક અવિરોધ છે.
રાગ-દ્વેષરહિત સ્નેહાદિથી આનાકુલ, સંયોગ-વિયોગથી અવિધુર (અવિહળ) હર્ષવિષાદથી રહિત, અને શરતકાલના સરોવરની જેમ નિર્મલમનવાળા સાધુ કે શ્રાવકને ભાવસમાધિ હોય છે.
ભાવ સમાધિ જ સર્વધર્મોનું મૂલ છે. જેમ વૃક્ષનું મૂળ સ્કંધ છે. નાની શાખાઓનું મૂળ મોટી શાખાઓ, ફળોનું મૂળ ફુલ છે, અંકુરાનું મૂળ બીજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org