________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૨૩૩ આ સર્વે ગ્રંથો પૂર્વાચાર્યોએ રચેલા છે. તે કોઇપણ પ્રકારે અસત્ય થઈ શકતા નથી. પરંતુ અમે સાંભળ્યું છે કે.. શ્રીરત્નવિજયજી અને ધનવિજયજીએ (તે ગાથા ૪૭ના) “સદ્દિષ્ટિ તેવા ” આ પાઠની જગ્યાએ કોઇ અન્યપદનો પ્રક્ષેપ કર્યો છે. જો આ કહેનારનું કથન સત્ય હોય તો તે બંનેને ઉસૂત્ર પ્રરૂપણા કરવાનો અને સંસારવૃદ્ધિ થવાનો ભય રહ્યો નથી, એ વાત સિદ્ધ થાય છે. તો હવે સજનોએ એ વિચારવું જોઈએ કે સૂત્રોના પદોને ફેરવીને તે તેના સ્થળે બીજું વાક્ય (પદ) લખવું તે કામ કરવાથી જે પાપ લાગે તેનાથી મોટું પાપ બીજું કયું કામ કરવાથી લાગતુ હશે! આ કામ કરવામાં કોઇપણ ભવભીષ્ઠ આત્મા પોતાની સંમતિ તો ન જ આપે, પરંતુ ખરા અંતઃકરણ પૂર્વક પશ્ચાતાપ કરીને એ બંનેને આ કામથી દૂર રાખવા માટે સત્ય ઉપદેશ આપવામાં અવશ્ય તત્પર બને!
શ્રીજિનેશ્વર પરમાત્માના વચનનું ઉત્થાપન કરવું તે સામાન્ય વાત નથી. તેનાથી તો તે ઉત્થાપક અનંત સંસારી બની જાય છે. વળી તે હાથમાં આવેલા સર્વદર્શનોમાં શિરોમણિભૂત શ્રીજૈનધર્મરુપ ચિંતામણી પોતાના દુરાગ્રહને આધીન બની દૂર ફેકી દે છે. અને પોતાની મતિ કલ્પના રૂપ વિષય ઉઠાવીને હાથમાં ધારણ કરે છે. તેને જોઈને કયા ભવ્યજીવોને તે પામર જીવ ઉપર દયા ન આવે ! અર્થાત નિકટભવ્યસિદ્ધિકોને તો અવશ્ય કરુણા આવે જ. અને તેના ઉપર કરુણા આવશે તો તે અવશ્ય પ્રતિબોધ પણ પામશે કારણ કે જો કોઈ દુરાગ્રહી બુજી જાય-પોતાનો દુરાગ્રહ છોડી દે, તો તેનું કામ થઈ જાય, અને બોધ પમાડનારને પણ પુણ્યોપાર્જનેરૂપ મોટો લાભ પ્રાપ્ત થઈ જાય, આવું ભગવાનનું વચન છે. અમને ઘણું આશ્ચર્ય થાય છે કે પાટણ ખંભાત આદિ શહેરોમાં મોટા મોટા જ્ઞાનભંડારોમાં તાડપત્રો ઉપર પ્રાચીન લિપિઓમાં લખેલા ગ્રંથો વિદ્યમાન છે તે સર્વે ગ્રંથોમાં “દિષ્ટિ તેવા ” આ પદ લખેલ છે. જે પુરુષને તે પદના સ્થાને અન્ય નવીન પદ પ્રક્ષેપ કરવાથી કોઇ ભય પણ ન લાગતો હોય અને આનંદ આવતો હોય તો તેને અન્ય પાપો કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org