________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૨૨૩
કામાસક્ત હોવાથી શું કામના છે ? તથા તે દેવ અવિરતિધર છે. તેનાથી અમારે શું પ્રયોજન છે? તથા જેમની આંખો મિંચાતી નથી, તેથી ચેષ્ટારહિત હોવાથી મૃતતુલ્ય પુરુષની સમાન છે. જૈનશાસનમાં કોઇપણ કામમાં આવતા નથી. ઈત્યાદિ અનેક પ્રકારે પૂર્વોક્ત દેવતાઓનો અવર્ણવાદ બોલે, તે જીવ એવા પ્રકારનું મહામોહનીય કર્મ બાંધે છે કે, તે કર્મના પ્રભાવે તે જીવને જૈનધર્મની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. કારણ કે અહીં ટીકાકારશ્રી શ્રીઅભયદેવસૂરિજી ઉત્તર આપે છે. અનુગ્રહ અને ઉપધાતને જોવાથી દેવતા છે. અર્થાત્ દેવતાએ કરેલા અનુગ્રહ અને ઉપઘાતને જોવાથી દેવતાની વિદ્યમાનતાની સિદ્ધિ થાય છે. દેવાતઓ જે કામાસક્ત છે, તે શાતા વેદનીય અને મોહનીય કર્મના ઉદયથી છે. અવિરતિ કર્મનો ઉદય હોવાથી વિરતિ નથી. દેવભવના સ્વભાવથી આંખ મીંચતી નથી. અને જે અનુત્તરવાસી દેવ ચેષ્ટારહિત છે, તેમાં તે દેવ કૃતકૃત્ય હોવાથી તેમને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. તેથી ચેષ્ટારહિત છે, વર્તમાનમાં શ્રી તીર્થની પ્રભાવના કરતા નથી. તેમાં કાલદોષ છે. અન્ય સ્થળે કરે પણ છે. તેથી દેવતાઓનો અવર્ણવાદ બોલવો યુક્ત નથી.
હવે તે દેવતાઓનો વર્ણવાદ (ગુણગ્રામ) કરવાથી સુલભબોધિ થાય છે. જેમકે દેવતાઓનું કેવું શુભ આશ્ચર્યકારી શીલ છે. મન વિષયથી વિમોહિત હોવા છતાં પણ જિનભવનમાં દેવાંગનાઓની સાથે હાસ્યાદિક કરતા નથી. ઇત્યાદિ દેવતાઓના ગુણ બોલે તો સુલભબોવિપણાનું કર્મ ઉપાર્જન કરે છે.
આથી જૈનસિદ્ધાંતના રહસ્યોને અજાણ કોઇ વ્યક્તિ ભોળા શ્રાવકોની આગળ સમ્યગ્દષ્ટિ શાસન દેવતા અને શ્રુતદેવતાની નિંદા કરીને તેમનો કાયોત્સર્ગ કરવાનો અને તેમની થોય કહેવાનો નિષેધ કરે છે. અને તે કાર્યથી દૂર રાખે છે. તે જીવ દુર્લભબોધિ થવાનું કર્મ જ ઉપાર્જન કરે છે.
,
,
,
,
,
,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org