________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
સમજાવવાની જરૂર પડશે નહિ.
(૭૧) પ્રશ્ન ઃ- શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કરવાથી શું લાભ થાય છે ?
ઉત્તર ઃ- શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કરવાથી મહાન લાભ થાય છે. તમને જ
:
માન્ય શ્રીઆવશ્યકસૂત્રનો પાઠ અહીં લખીએ છીએ. .
सुयदेवयाए आसायणाए || व्याख्या श्रुतदेवतायाः आशातनयाः ॥ क्रिया तु पूर्ववत् ॥ आशातना तु श्रुतदेवता न विद्यते अकिंचित्करी वा । न ह्यनधिष्ठितो मौनीद्रः खल्वागमः अतोऽसावस्ति नचाकिंचित्करी तामालंब्य प्रशस्तमनसः कर्मक्षयदर्शनात् ॥
૨૧૭
ભાવાર્થ :- શ્રુતદેવતાની આશાતના આ પ્રમાણે થાય છે. શ્રુતદેવતા નથી અથવા જો તે છે તો તેની કંઇપણ શક્તિ નથી. અર્થાત્ શ્રુતદેવતા નથી. અથવા છે તો અકિંચિત્કર છે-આવું કહેનાર શ્રુતદેવતાની આશાતના કરનાર છે. કારણ કે ભગવાન દ્વારા પ્રરૂપિત આગમો અનધિષ્ઠિત નથી. તેથી શ્રુતદેવતાની વિદ્યમાનતા છે. વળી શ્રુતદેવતાને અકિંચિત્કર કહેવા તે મિથ્યા છે. કારણ કે જે કોઇ શ્રુતદેવતાનું આલંબન કરીને કાયોત્સર્ગ કરે છે. તેને કર્મક્ષય થાય છે.
તેથી શ્રુતદેવતાની આશાતનાનો ત્યાગ કરીને ચતુર્વિધ સંઘે કર્મક્ષય કરવા માટે અવશ્યમેવ શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કરવો જોઈએ અને તેમની થોય અવશ્ય કહેવી જોઈએ.
(૭૨) પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિ વૈયાવૃત્ત્પાદિ કરનારા દેવતાઓનો કાયોત્સર્ગ કરવો અને ચોથી થોયમાં તેમની સ્તુતિ કરવી, તેનાથી શું ફલ મળે છે ? ઉત્તર ઃ- પૂર્વોક્ત કાયોત્સર્ગ આદિ કૃત્ય કરવાથી જીવ સુલભબોધિ થવા યોગ્ય મહા શુભકર્મનું ઉપાર્જન કરે છે અને તેમની નિંદા કરવાથી જીવ દુર્લભબોધિ થવા યોગ્ય મહા પાપકર્મનું ઉપાર્જન કરે છે. આવો પાઠ શ્રીસ્થાનાંગ સૂત્ર કે જે રત્નવિજય-ધનવિજયજીને માન્ય છે, તેમાં છે, તે હવે લખીએ છીએ.
"पंचहि ठाणेहिं जीवा दुल्लभबोहियत्ताए कम्मं पकरेंति तं जहा अरहंताणमवन्नं वदमाणे अरिहंत पण्णत्तस्स धम्मस्स अवन्नं वदमाणे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org